Get The App

બનાસકાંઠામાં 2.15 લાખ બાળકોને કોરોનાની રસી અપાશે

- 3 થી 7 જાન્યુઆરી દરમિયાન કાર્યક્રમ રખાયો

- આરોગ્યની 759 ટીમો દ્વારા જિલ્લામાં રસીકરણ અભિયાન હાથ ધરાશે

Updated: Jan 1st, 2022

GS TEAM

Google News
Google News
બનાસકાંઠામાં 2.15 લાખ બાળકોને કોરોનાની રસી અપાશે 1 - image

પાલનપુર,તા.31

બનાસકાંઠા જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અભ્યાસ કરતા બાળકોને કોરોના સામે આરોગ્યનું સુરક્ષા કવચ પૂરું પાડવા માટે રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવનાર છે. જેમાં જિલ્લાના ૨.૧૫ લાખ વિદ્યાર્થીઓને રસીકરણમાં આવરી લેવામાં આવશે.

રાજ્યમાં કોરોના રસીકરણમાં યુવાનો અને વૃદ્ધ લોકોને આવરી લીધા બાદ હવે બાળકોને કોરોનાની વેકસીનના આવરી લેવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઈ બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા  જિલ્લામાં ધો.૯થી ૧૨માં અભ્યાસ કરતા ૨.૧૫ લાખ વિદ્યાર્થીઓ માટે આગામી તા.૩ થી ૭ જાન્યુઆરી દરમિયાન કોરોના રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવશે.જેમાં આરોગ્ય વિભાગની ૭૫૯ ટીમો દ્વારા દૈનિક વિવિધ સ્થળો પર કેમ્પ યોજી ૫૦ હજાર જેટલા વિદ્યાર્થીઓને કોરોનાની રસી આપવાનો ટાર્ગેટ મુકવામાં આવ્યો છે. અને પાંચ દિવસમાં રસીકરણની કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાક મુકવામાં આવ્યો છે.જોકે જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા પાંચ દિવસ રસીકરણ અભિયાન હાથ ધરી બાળકોને કોરોના સામે આરોગ્યનું સુરક્ષા કવચ પૂરું પાડશે.