ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં વધારો થતાં ગરમીનો પ્રકોપ શરૃ
- મહેસાણા-41, પાટણ-43, બનાસકાંઠા-42ડિગ્રી તાપમાન નોંધાયું
ડીસા,
તા. 11 એપ્રિલ, 2020, શનિવાર
ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠમાં હવામાનમાં પલટો જોવા મળ્યો
હતો. જે બાદ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ પડયો હતો. જેનાથી હાલમાં ઉત્તર
ગુજરાત સહિત બનાસકાંઠામાં ગરમીનું પ્રમાણ વધવા પામ્યું છે. જ્યારે હવામાન વિભાગ
દ્વારા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં હિટ વેવની આગાહીને પગલે
તાપમાનમાં વધારો જોવા મળ્યો હતો.
ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો
હતો. જે બાદ હાલમાં ગરમીનો પારો ધીરે ધીરે ઉંચકાઈ રહ્યો છે. જ્યારે હવામાન વિભાગ
માટે કામ કરતી એક્યુવેધરના જણાવ્યાનુસાર ડીસામાં ૪૨.૫ ડિગ્રી, પાલનપુરમાં ૪૩.૦
ડિગ્રી, અમીરગઢમાં
૪૨.૦ ડિગ્રી, અંબાજીમાં
૪૧.૦ ડિગ્રી, આબુરોડ ૪૨.૦
ડિગ્રી, ઈડરમાં
૪૩.૦ ડિગ્રી, મહેસાણામાં
૪૧.૦ ડિગ્રી, ઊંઝામાં
૪૧.૦ ડિગ્રી, સિધ્ધપુરમાં
૪૧.૦ ડિગ્રી, પાટણમાં
૪૩.૦ ડિગ્રી, મોડાસામાં
૪૩.૦ ડિગ્રી, હિંમતનગરમાં
૪૦.૦ ડિગ્રી, ખેડબ્રહ્મામાં
૪૩.૦ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું.
જ્યારે ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો
આવ્યા બાદ હાલમાં ધીરે ધીરે ગરમીનો પારો ઉંચકાઈ રહ્યો છે. જેનાથી ગરમીનું પ્રમાણ
વધતા તેની સીધી અસર લોકોના જનજીવન પર પણ જોવા મળી રહી છે જ્યારે હવામાન વિભાગ
દ્વારા ઉત્તર ગુજરાતમાં હીટ વેવની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે હાલમાં ગરમીનો
પારો ઉંચકાયો છે.