કાંકરેજ તાલુકાના શિહોરીમાં દાદી-પૌત્રનું ગળું કાપી ક્રૂર હત્યા
- રાત્રે નિંંદર માણી રહેલ મહિલા અને માસુમ બાળકની હત્યાથી પંથકમાં અરેરાટી
પાલનપુર,
તા.29
કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે રાત્રે મકાનમાં
નિંદર માણી રહેલ દાદી અને પૌત્રનું ગળું કાપી ક્રૂર હત્યા કરવામાં આવતા સમગ્ર
પંથકમાં અરેરારી વ્યાપી જવા પામી છે. આ ડબલ મર્ડરને અંજામ આપનાર અજાણ્યા
હત્યારાઓને પકડી પાડવા પોલીસે એફએસએલ અને ડોગ સ્કવોડની મદદથી તપાસ હાથ ધરી છે.
કાંકરેજ તાલુકાના શિહોરીમાં રામજી મંદિર પાસે આવેલ નસકોરા
તળાવની પાળે રહેતા રામાનંદી સાધુ પરીવારના
સુશીલાબેન મુકેશકુમાર સાધુ અને તેમનો પૌત્ર ધામક ચિરાગ સાધુ રવિવારની
રાત્રે પોતનાં મકાનમાં નિંદર માણી રહ્યા હતા.દરમ્યાન રાત્રીના સમયે કોઈ વ્યક્તિએ આ બન્ને દાદી- પૌત્રના ગળાના ભાગે
તીક્ષણ હથિયાર વડે ગળું કાપીને હત્યા કરી
ફરાર થઈ ગયા હતા.વહેલી સવારે જ્યારે મકાનમાં ડબલ મર્ડર થી લોહીના ખાબોચિયા
ભરાતા બનાવ અંગે શિહોરી પોલીસને જાણ કરાતા શિહોરી પીએસઆઇ, દીયોદર ડીવાયએસપી
સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને એફ. એસ.એલની મદદ લઇ અજાણ્યા
હત્યારાઓને ઝડપી લેવાના ચક્રોગતિમાન કર્યા હતા. જોકે ૪૫ વર્ષીય મહિલા સુશીલાબેન
અને તેમના ૬ વર્ષના માસુમ પૌત્ર ધામકની હત્યાથી સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી જવા
પામી હતી અને હત્યારા ઓ સામે ફિટકાર વરસાવ્યો હતો.જોકે પોલીસે હાલ બન્ને મૃતદેહને
પીએમ માટે શિહોરી સરકારી હોસ્પિટલમાં મોકલી આપી બનાવ અંગે અજાણ્યા હત્યારા સામે
ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી છે.
અંગત અદાવતમાં હત્યા કરાઈ હોવાની આશંકા
ડબલ મર્ડર પાછળ મૃતકના પરીવારમાંથી કોઈએ અગાઉ કોઈ મહિલાને
ભગાડી જવાઇ હતી. જેની અંગત અદાવત રાખી અજાણ્યા ઇસમોએ રાત્રે નિંદર માણી રહેલા દાદી
અને પૌત્રની હત્યા કરી હોવાનું લોકમુખે ચર્ચા થઈ રહી છે.