Get The App

થરાદમાં તંત્ર દ્વારા શાકભાજીના વેપારીઓને દંડ ફટકારતા વેપારીઓમાં રોષ

- ચીફ ઓફિસરની જાણ બહાર દંડકીય કાર્યવાહી કરાતાં સેનિટેશન ઇન્સપેક્ટરને નોટિસ પાઠવી માગ્યો ખુલાસો

Updated: Apr 1st, 2020

GS TEAM

Google News
Google News
થરાદમાં તંત્ર દ્વારા શાકભાજીના વેપારીઓને દંડ ફટકારતા વેપારીઓમાં રોષ 1 - image

થરાદ તા. 01 એપ્રિલ 2020, બુધવાર

થરાદમાં આવેલા શાકભાજી માર્કેટ તેમજ અન્ય જગ્યાએ વેચાતી શાકભાજીના વેપારીઓ સામે સોમવારે સવારના સમયે ચીફ ઓફિસર પાલિકા કચેરી આવે તેના પહેલા મામલતદાર પુરવઠા વિભાગ તેમજ પાલિકા સેનિટેશન ઇન્સપેકટર ટિમ દ્વારા શાકભાજી વેપારીઓ સામે તવાહી હાથ ધરી હતી. જેમા હેલ્થ બાયલોઝ પેટે રૃપિયા ૫૦૦થી માંડીને ૨૦૦૦ સુધીનો દંડ ફટકારી પાલિકાની રસીદ આપતાં શાકભાજીના વેપારીઓ રોષે ભરાયા હતા. જેમાં એસોસિએશન પ્રમુખ ફુલબાઇબેન કમાલખાનને ૫૦૦ ની રસીદ અપાઇ તી. આથી મંગળવારે શાકભાજી માર્કેટ બંધ રહેવા પામ્યું હતું. માત્ર બપોરના સમય સુધી નાના વેપારીઓ રસ્તાઓ પર તેમજ સોસાયટીઓમાં હાથલારીમાં શાકભાજી વેચાણ કરતા નજરે પડયા હતા. 

આ બાબતે ચીફ ઓફિસર બીજલ સોલંકી સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું. કે હું પાલિકા કચેરી ખાતે આવવાનો સમય ૧૦-૩૦ કલાકનો છે. હું કચેરીમાં પહોંચું એના પહેલા મને જાણ કર્યા વિના પાલિકામાં ફરજ બજાવતા સેનિટેશન ઇન્સપેકટર ભવરભાઇ રાજપુત તેમજ સંજય નામનો કર્મચારી પાલિકાની પાવતી બુક લઇને મામલતદાર પુરવઠા વિભાગના માણસો સાથે રહી શાકભાજી વેપારીઓને દંડ ફટકારી રસીદો આપવામાં આવી છે. આથી મારા ધ્યાને આવતા પાલિકાના જવાબદાર કર્મચારીઓ સામે નોટિસ ફટકારી લેખિત જવાબમાં ખુલાસો માગ્યો છે. 

મામલતદારના આદેશ મુજબ કાર્યવાહી કરી છે

સેનિટેશન ઇન્સપેકટર ભવરભાઇ રાજપુતે જણાવ્યું કે સવારના નવેક વાગ્યે મામલતદાર પુરવઠા વિભાગ દ્વારા અમારા પર કોલ આવતાં અમો મામલતદાર કચેરીમાં ગયા હતા. ત્યારે મામલતદાર ના આદેશ મુજબ તેમજ પુરવઠા વિભાગમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકેની ફરજ બજાવતો આયુષ ચૌધરી અમારી સાથે રહી દંડકીય કાર્યવાહી કરવામાં આવી છે. જોકે મામલતદાર એન.કે.ભગોર દ્વારા અપાયેલા આદેશ મુજબ કાર્યવાહી કરેલ છે. 

શાકભાજીવાળા પાસે દંડની રકમ ભરવાના પૈસા પણ ન હતા

શાકભાજી વેપારીઓએ જણાવ્યું હતું  હાલની ચાલી રહેલી કોરોના વાયરસ મહામારીમાં જોઈએ તેવો વેપાર કરી શકતા નથી. જેમાં પડતા ઉપર પાટુ મારવામાં આવી રહી છે. માંડ માંડ પરિવારનું ભરણ પોષણ કરવા શાકભાજી વેચી જે નફો મળે તેના આધારે લોકડાઉન ના દિવસો પસાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે આવી રીતે પાલિકાના માણસો દ્વારા લાગતા વળગતાઓને ટાળી અમારા જેવાઓને મોટી રકમનો દંડ ફટકારવવામાં આવતાં અમારી પાસે આટલી દંડની રકમ ભરવા રૃપિયા પણ ન હતા. આથી શાકભાજી વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

Tags :