લોક ડાઉનની કડક અમલવારી માટે પાલનપુરમાં ડ્રોનથી રખાશે બાજ નજર
પાલનપુર, તા. 29 માર્ચ 2020, રવિવાર
કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે 21 દિવસના લોક ડાઉન વચ્ચે પણ લોકો બહાર ફરતા હોઈ તેમજ ટોળે વળતા હોઈ પાલનપુરમાં પોલીસ તંત્ર દ્વારા લોક ડાઉનના કડક અમલ કરવા અને લોકોની ભીડને રોકવા માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે.
પાલનપુરમાં લોક ડાઉન વચ્ચે પણ કોટ વિસ્તારના વિસ્તારમાં લોકો જાહેરમાં ટોળે વળતા હોય તેમજ બિન જરૂરી અવર જવર કરતા હોય લોકોમાં કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાવાની શકયતાને લઈ પોલીસ દ્રારા લોકોની હિલચાલ પર નજર રાખવા માટે ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી છે જેમાં રવિવારે તીન બત્તી સહિતના વિસ્તારોમાં લોકોની હિલચાલ ડ્રોન કેમેરામાં કેદ કરવામાં આવી હતી.