ડીસામાં પ્રથમવાર સ્ટ્રોબેરીની ખેતીનો વિજ્ઞાાન કેન્દ્ર દ્વારા પ્રારંભ કરાયો
- હિમાચલપ્રદેશ, કાશ્મીર જેવા ઠંડા પ્રદેશોમાં થતી
- ૧૦ દિવસ બાદ ફળો પાકશે અને ઉત્પાદન શરૃ થશે
ડીસા તા. 22 જાન્યુઆરી 2020,બુધવાર
ડીસાના કુષિ વિજ્ઞાાન કેન્દ્ર દ્રારા જિલ્લામાં પ્રથમવાર
સ્ટ્રોબેરીની સફળ ખેતી કરવામાં આવી હતી. ખેતી કર્યા બાદ સ્ટ્રોબેરીના ફળો આવવાની
શરૃઆત થઇ ચુકી છે. અને આગામી દશ દિવસમાં આ ખેતીના ફળો પાકવા માંડશે અને તેનું
ઉત્પાદન શરૃ થઇ જશે.
સ્ટ્રોબેરીની ખેતી આમતો સામાન્ય રીતે ઠંડા પ્રદેશમાં થતી હોય
છે. જેમ કે કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ખંડલા, મહાબળેશ્વર જેવા ઠંડા
અને ઉચ્ચ પ્રદેશમાં સ્ટ્રોબેરીની ખેતી કરવામાં આવે છે.સ્ટ્રોબેરીની ખેતી માટે તાપમાન
ખુબ જ ઓછું હોવું જોઇએ પરંતુ ડીસા જેવા સુકા અને રણ પ્રદેશમાં સ્ટોબેરીની સફળ ખેતી
કરી એક નવો રાહ ચિંધ્યો છે. ડીસા ખાતે આવેલા કુષિ વિજ્ઞાાન કેન્દ્રમાં આ વર્ષે સ્ટ્રોબેરીના
૧૫૦૦ છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. ત્રણ માસની સ્ટ્રોબેરીનું વાવેતર ડિસેમ્બરમાં
કરવામાં આવ્યું હતું. કૃષિ વિજ્ઞાાન કેન્દ્ર દ્વરા જે ૧૫૦૦ છોડનું વાવેતર કરવામાં આવ્યું
હતું. તે વાવેતર બે પધ્ધતિથી કરવામાં આવ્યું હતું. આ વાવેતર ઓગેનિક અને રસાયણિક પધ્ધતિથી
કરવામાં આવ્યું હતું. અને અત્યારે આ બંને પધ્ધતિથી કરવામાં આવેલા વાવેતરમાં ફળો આવવાની
શરૃઆત થઇ ચુકી છે. અને આગામી દશ દિવસમાં છોડ પર સ્ટ્રોબેરીનું ઉત્પાદન શરૃ થઇ જશે.
જોકે સ્ટ્રોબેરીની ડીસામાં કરવામાં આવેલી સફળ ખેતી ખરેખર
કરિશ્મા સમાન છે. કારણે કે ડીસાનું હવામાન સુકું હવામાન છે. પરંતુ તેમ છતાં
ડીસામાં ઠંડી ખુબ જ વધારે પડતી હોવાના લીધે સ્ટ્રોબેરીની ખેતી કરવામાં સફળતા મળી
છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો જે હવે રવિ સિઝનમાં પાક બદલવાનું વિચારી
રહ્યા છે. તેમના માટે સ્ટ્રોબેરીની ખેતી આગામી સમયમાં ખુબ જ સારો વિકલ્પ સાબિત થઇ
શકે છે.