Get The App

15 વર્ષથી બળદગાડાની જગ્યાએ ટ્રેક્ટરમાં હાથિયા કાઢવામાં આવે છે

- આ ઉત્સવ તમામ સમાજના લોકો એકત્રિત થઈ ઉજવે છે

- પાટણ જિલ્લાના રાજપુર ગામમાં ધૂળેટી પર્વ પર પરંપરાગત હાથિયાના વધામણા કર્યા

Updated: Mar 12th, 2020

GS TEAM

Google News
Google News
15 વર્ષથી બળદગાડાની જગ્યાએ ટ્રેક્ટરમાં હાથિયા કાઢવામાં આવે છે 1 - image

પાલનપુર, તા. 11 માર્ચ 2020, બુધવાર

પાટણના રાજપુર ગામમાં ધૂળેટીના પર્વમાં બળદોની સંખ્યા ઓછી હોઈ શણગાર સજેલા ટ્રેક્ટરમાં હાથિયાઓ કાઢવામાં આવ્યા હતા અને પરંપરાગત ગામ પ્રદક્ષિણામાં સમગ્ર ગામ ઉમટયુ હતું. રાજપુર ગામમાં લેઉવા પાટીદાર, ઠાકોર સહિત ૨૫૦૦ની વસ્તી ધરાવતા ગામમાં ૪૫૦ વરઅષ અગાઉ બ્રહ્મામી માતાના મંદિરની સ્થાપના કરાઈ હતી. ત્યારથી દર ધૂળેટીએ એકત્રિત થતાં ગામલોકો પરંપરાગત ધાર્મિક ઉત્સવ ઉજવતા હોય છે. જેમાં ધૂળેટીના દિવસે  સવારે બહુચર માતાના મંદિરમાં ગામલોકો ઉમટયા હતા. જ્યાં રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. બાદમાં બપોરે ત્રણ વાગ્યે સમસ્ત ગામના લોકમેળાવડાની રંગત જામી હતી. આ મેળાવડા બાદ સાંજે ૪.૩૦ કલાકે બ્રહ્માણી માતાજીનો હાથિયો નીકળ્યો હતો. આ હાથિયો છેલ્લા ૪૪૦ વર્થી બળદની ચાર જોડથી ગાડામાં નીકળતો હતો અને ગામના નાના બાળકોને બેસાડી ગામની પ્રદિક્ષણા કરાતી હતી. પરંતુ સમય જતા બળદની જગ્યાએ ટ્રેક્ટરે લીધી છે. બળદોની સંખ્યા ઓછી થઈ છે અને બળદોના અભાવના કારણે હાથિયો છેલ્લા ૧૫ વર્ષથી ચાર ટ્રેક્ટરમાં કાઢવામાં આવે છે. મંગળવારે ટ્રેક્ટર ટ્રોલીને કાષ્ટથી શણગારવામાં આવી હતી. ગામની પ્રદક્ષિણા સમયે મહિલાઓ દ્વારા હાથિયાના વધામણા કરવામાં આવ્યા હતા. મોઢેરાના નાયક બંધુઓએ ચાચર ચોકમાં ભુંગળ વગાડીને માતાજીની રમઝટ જમાવી હતી.

હાથિયો છેલ્લા ૧૫ વર્ષથી ટ્રેક્ટરમાં કાઢવામાં આવે છે

આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે વર્ષો પહેલા બળદગાડાની ચારેબાજુ લાકડામાં બનાવેલો કાષ્ટ બાંધવામાં આવતો હતો અને તેમાં બાળકોને બેસાડવામાં આવતા હતા અને ત્યારબાદ ગામની પ્રદક્ષિણા કરવામાં આવતી હતી પરંતુ ધીરે ધીરે બળદગાડાઓ ઓછા થતા ગયા હોઈ હવે છેલ્લા ૧૫ વર્ષથી ટ્રેક્ટરની અંદર હાથિયો કાઢવામાં આવે છે.

Tags :