Get The App

બનાસકાંઠામાં દિવાળી પર્વે રાત્રીના 8 થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે

- ચાઈના અને વિદેશી ફટાકડાના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો

- પાલનપુરમાં 30 વેપારીએ હંગામી લાયસન્સ માંગ્યા

Updated: Oct 30th, 2021

GS TEAM

Google News
Google News
બનાસકાંઠામાં દિવાળી પર્વે રાત્રીના 8 થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે 1 - image

પાલનપુર,તા.29

બનાસકાંઠા જિલ્લામાં દિવાળીના તહેવારોને લઈ તંત્ર દ્રારા કેટલાક નિયંત્રણ લાગુ કરવામાં આવ્યા છે જેમાં દિવાળી પર્વે રાત્રે ૮ થી ૧૦ બે કલાક જ ફટાકડા ફોડી શકાશે.જિલ્લામાં ૧૩ વેપારીઓ ફટાકડા ના વેચાણ ના કાયમી લાયસન્સ ધરાવે છે જ્યારે પાલનપુરમાં દિવાળી પર્વે ફટાકડાના વેચાણ માટે ૩૦ વેપારીએ હંગામી લાયસન્સની માંગણી કરી છે.

બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે કોરોના સંકટ ને લઈ દિવાળીના તહેવારોમા ફિકાસ જોવા મળી હતી જ્યારે આ વર્ષે કોરોના અંકુશમાં હોઈ દિવાળીના તહેવારોને લઈ લોકોમાં ઉત્સાહ છવાયો છે દીવાળી પર્વે રાત્રીના ૮ થી ૧૦ વાગ્યા સુધી ફટાકડા ફોડવા ની છુંટ અપાઈ છે અને આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત લોકો સ્વદેશી ફાટકડા નો વપરાશ કરે તે માટે ચાઈના તેમજ વિદેશી ફટાકડા ના વેચાણ અને વપરાશ પર કડક પ્રતિબંધ મુકવામાં આવ્યો છ.ે હાલ ૧૩ જેટલા કાયમી ફટાકડા ના લાયસન્સ ધરાવતા વેપારીઓ એ ફટાકડા નું વેચાણ શરૃ કરી દીધું છે જ્યારે દિવાળી પર્વે પાલનપુર ફટાકડા નું વેચાણ કરવા ૩૦ જેટલા વેપારીએ હંગામી લાયસન્સ મેળવવા અરજી કરી છે જેમને મામલતદાર તેમજ પોલીસનો અભિપ્રાય મેળવ્યા બાદ લાયસન્સ ઈશ્યુ કરવામાં આવશે.

લાયસન્સ વિના ફટાકડાનું વેચાણ કરનાર વેપારી સામે ગુનો દાખલ કરાશે

દિવાળી પર્વે લાયસન્સ વિના ફટાકડા નું વેચાણ કરવું ગુનો બનતો હોય બનાસકાંઠા જિલ્લામાં કોઈ વેપારી કે વ્યક્તિ લાયસન્સ વિના તેમજ પ્રતિબંધિત ચાઈના કે વિદેશી ફટાકડાનું વેચાણ કરતો પકડાશે તો તેની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે.