ઉત્તર ગુજરાતમાં શિક્ષણ બોર્ડની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન
- પાટણમાં ૧૪૯૦ મતદારોએ મતદાન કર્યું
- બનાસકાંઠામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક નિયામક મંડળની ચૂંટણીમાં ૭૫.૪૩ ટકા મતદાન નોંધાયું
પાટણ, મહેસાણા, પાલનપુર, તા.25
માધ્યમિક અને ઉચ્ચમાધ્યમિક શિક્ષણ બોર્ડના નિયામક મંડળના નિયામક મંડળની ચુંટણીમાં ઉત્તર ગુજરાતમાં શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું હતું. જેમાં પાટણ શહેરની બીડી હાઈસ્કૂલ ખાતે બે મતદાન મથકોમાં ચૂંટણી મતદાન યોજાયું હતું. બનાસકાંઠાના ચાર સેન્ટરોના પાંચ બુથ પર ૯ બેઠકો પૈકીની સાત બેઠકના સભ્યોની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. જેમાં સાંજ સુધી મતદારોએ મતદાન કરતા ૭૫.૪૩ ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે મહેસાણામાં ૨૩૪૫ મતદારોએ મતદાન કરતા ૬૫.૯૩ ટકા મતદાન નોંધાયું છે .
પાટણ જિલ્લાના ૧૭૪૭ મતદારો પૈકી ૧૪૯૦ મતદારો એ પોતાના ઉમેદવારો ની તરફેણમાં મતદાન કર્યું હતું. શહેરની બિનશૈક્ષણિક સરકારી શિક્ષક, સંચાલક મંડળ અને વાલીમંડળની કુલ ૭ ખંડની બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બનાસકાંઠામાં કુલ ૯ બેઠકો પૈકી ૨ બેઠક બિન હરીફ જાહેર થતા બાકીની ૭ બેઠકોના ૨૪ ઉમેદવારો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમા શાળાના આચાર્યના ૩, માધ્યમિક શિક્ષક સંઘ ૨ ,ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ ૩ ,વહીવટી કર્મચારી ૨ ,વાલી મંડળ ૪,ઉ.બુ.શાળાના આચાર્ય-શિક્ષક ૪,અને સંચાલક મંડળના ૬ ઉમેદવારો માટેની ચૂંટણીમાં મતદાન માટે હાઈસ્કૂલોમા રજીસ્ટર થયેલ મતદારોએ બનાસકાંઠાના જુદા જુદા પાંચ બુથો પર મતદાન કરવા ઉમટી પડતા લાંબી કતારોમાં ઉભા રહીને મતદારોએ મતદાન કર્યું હતું જેમાં આજે બનાસકાંઠામાં ૭૫.૪૩ ટકા જેટલું મતદાન નોંધાયું હતું આ ચૂંટણીની મતગણતરી ૨૮ સપ્ટેબરના રોજ કરવામાં આવ છે.મહેસાણા જિલ્લામાંથી ૩૭૧૬ પૈકી ૨૩૪૫ મતદારોએ મતદાન કરતા ૬૫.૯૩ ટકા મતદાન નોંધાયું છે .૩૭૧૬ મતદારો પૈકી ૨૩૪૫ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતા ૬૫.૯૩ ટકા મતદાન નોંધાયું હતું. મતદાન બાદ મતપેટીઓને સિલ કરી ગાંધીનગર શિક્ષણ બોર્ડ ખાતે મોકલી આપવામાં આવી છે.૯ માંથી ૨ બેઠકો બિનહરીફ બનતા ૭ બેઠક માટે આજે મતદાન કરવામાં આવ્યું હતું.