Get The App

ઉત્તર ગુજરાતમાં હીટ વેવની અસર,ડીસામાં42.2 ડિગ્રીં

- ગરમીનું પ્રમાણ વધતા બપોરના સમયે લોકોને બફારાનો પણ અનુભવ

Updated: May 20th, 2020

GS TEAM

Google News
Google News
ઉત્તર ગુજરાતમાં હીટ વેવની અસર,ડીસામાં42.2 ડિગ્રીં 1 - image

ડીસા, તા. 19 મે 2020, મંગળવાર

કોરોના વાઈરસનો કહેર ચાલી રહ્યો છે. જેના કારણે તમામ લોકો ઘરમાં જ રહે છે ત્યારે બીજી બાજુ ગરમીનું પ્રમાણ વધવા પામ્યું છે. જ્યારે હવામાનમાં પલટા બાદ હાલમાં ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. જેની સીધી અસર લોકોના જનજીવન પર પણ જોવા મળી રહી છે. જ્યારે હાલમાં હવામાન વિભાગની આગાહીને પગલે સમગ્ર રાજ્યમા ંહીટવેવની અસર વર્તાઈ રહી છે. જેના લીધે મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે.

ઉત્તર ગુજરાતમાં હાલમાં ગરમીનો પારો ધીરે ધીરે ઉંચકાઈ રહ્યો છે. જ્યારે હવામાન વિભાગ માટે કામ કરતી એક્યુવેધરના જણાવ્યાનુસાર ડીસામાં ૪૨.૨ ડિગ્રી, પાલનપુરમાં ૪૨.૦ ડિગ્રી, અમીરગઢમાં ૪૨.૦ ડિગ્રી, અંબાજીમાં ૪૦ ડિગ્રી, આબુરોડ ૪૨.૦ ડિગ્રી, ઈડરમાં ૪૨.૦ ડિગ્રી, મહેસાણામાં ૪૨.૦ ડિગ્રી, ઊંઝામાં ૪૨.૦ ડિગ્રી, સિધ્ધપુરમાં ૪૨.૦ ડિગ્રી, પાટણમાં ૪૨.૦ ડિગ્રી, મોડાસામાં ૪૨.૦ ડિગ્રી, હિંમતનગરમાં ૪૨.૦ ડિગ્રી, ખેડબ્રહ્મામાં ૪૨.૦ ડિગ્રી, મહત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું.

હાલમાં ભારતભરમાં કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે લોકડાઉન કરવામાં આવેલ છે અને બીજી બાજુ ગરમીનો પ્રકોપ શરૃ થતા લોકો એસી અને પંખાનો સહારો લઈ રહ્યા છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સહિત કેટલાક વિસ્તારોમાં તોફાની પવન સાથે કમોસમી માવઠું થતા વાતાવરણમાં બફારાનું પ્રમાણ વધવા પામ્યું છે. જોકે હાલમાં ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનનો પારો વધતો જઈ રહ્યો છે જેના લીધે ગરમીનું  પ્રમાણ વધતા બપોરના સમયે લોકોને બફારાનો પણ અનુભવ થઈ રહ્યો છે. જેની સીધી અસર લોકોના જનજીવન પર પણ જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૧૯મેથી ૨૧ મે સુધી હીટવેવની આગાહીને પગલે મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. 

Tags :