FOLLOW US

ડીસાની હિમાલય સોસાયટીમાં 20 વર્ષથી રોડ નહીં બનતા લોકોમાં રોષ

- રોડ નહી તો વોટ નહીનો નિર્ણય કરી ચૂંટણી બહિષ્કારની રહીશોની ચિમકી

Updated: Jul 28th, 2022

ડીસા તા.28

ડીસાની હિમાલય સોસાયટીમાં ૨૦ વર્ષથી રોડ નહીં બનતા લોકો રોષે ભરાયા છે. વારંવાર રજૂઆત બાદ પણ તંત્રએ તેમની રજુઆત ના સાંભળતા આખરે કંટાળેલા લોકોએ જો રોડ નહીં બને તો વોટ નહીં નો નિર્ણય કરી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

ડીસામાં માર્કેટયાર્ડ પાછળ આવેલી હિમાલય સોસાયટીના રહીશો રોડ વગર કંટાળી ગયા છે. દર વર્ષે ચોમાસામાં પાણી ભરાઈ જતા સોસાયટીના મુખ્ય રસ્તાઓ કાદવ કીચડ વાળા થઈ જતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કીચડના કારણે અહીંથી પસાર થતા લોકો પણ ક્યારેક પડી જતા નાની મોટી ઇજાઓ પણ પહોંચે છે. આ માટે સોસાયટીના રહીશોએ વારંવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં પણ  સોસાયટીમાં રોડ બનાવ્યો કે નથી આ વિસ્તારના લોકોની કોઈ મુલાકાત લીધી. આખરે કંટાળેલા લોકોએ હવે તંત્ર સામે રોષે ભરાયા છે. અને જો સોસાયટીમાં રોડ બનાવવામાં ના આવે તો આગામી સમયમાં વોટ નહીં આપી ચૂંટણી બહિસ્કારની ચીમકી ઉચ્ચારી છે.

Gujarat
IPL-2023
Magazines