કોરોના ઇફેકટઃ હિલ સ્ટેશન માઉન્ટ આબુ 31માર્ચ સુધી બંધ
- રોજગાર માટે મુખ્યત્વે પ્રવાસીઓ પર આધારિત છે
પાલનપુર,અમીરગઢ
તા. 21 માર્ચ 2020, શનિવાર
રાજસ્થાનનું મુખ્ય પર્યટક સ્થળ હંમેશા પ્રવાસીઓથી ગુંજતું
રહે છે. પરંતુ કોરોના વાઇરસની દહેશતના કારણે તેને બંધ કરવામાં આવ્યું છે. અહીં
રોજગાર માટે મુખ્યત્વે પ્રવાસીઓ પર આધારીત તમામ વર્ગના લોકો નિરાશ છે. સ્થાનિક
વહીવટીતંત્રએ તમામ ભીડભાડ વાળા સ્થળોને આગામી આદેશ સુધી બંધ કરી દીધા છે. તેમજ
વહીવટીતંત્રને જણાવ્યું હતુંકે માઉન્ટ આબુના પ્રવેશદ્વાર પર પ્રવાસી તેમજ
મુલાકાતીઓનીસ્કીનિંગ કરવામાં આવશે. તેમજ હોટલો, દુકાનો,
મોલ, સહિતના
વિવિધ ધંધાઓ બંધ કરવામાં આવ્યા છે.
માઉન્ટ આબુમાં પ્રવેશદ્વાર પર સઘન ચેકીંગ
કોરોના વાયરસની વહિવટી તંત્ર સંપૂર્ણ રીતે સક્રિય છે.
માઉન્ટ આબુ પર આવતા લોકો સઘન ચકાસણી હેઠળ છે. તપાસમાં હજી સુધી કોઇ વાયરસ ચેપ
લાગ્યો નથી. નિવૃત્ત ડોકટરોપણ સેવાઓ પ્રદાન કરવામાં સક્રિય ભુમિકા ભજવી રહ્યા છે.
પ્રવાસીઓની તપાસ માઉન્ટ આબુના પ્રવેશદ્વાર પર થઇ રહી છે.
કોરોનાને લઇ માઉન્ટ આબુમાં તમામ હોટલ બંધ કરાઇ
માઉન્ટ આબુમાં હોટેલ એસોસિએશન દ્વારા આગામી શુક્રવારના રોજ
એક મિટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એસોસિએશનના અધ્યક્ષ સુધીર જૈન દ્વારા
નિર્ણય લેવામાં આવ્યો હતો. કે કોરોના વાયરસને લઇ અચોક્કસ મુદત માટે માઉન્ટ આબુની
તમામ હોટલો બંધ રહેશે.
સાઉથ આફિકાથી આવેલ છાત્રને ભરતી કરાયા
માઉન્ટ આબુમાં પ્રધાનમંત્રીના ૨૨ માર્ચના ભારત બંધના એલાન
સામે એક દિવસ પહેલાજ સ્વયભું બંધ કરી દેવામાં આવેલ જ્યારે માઉન્ટ આબુ સાઉથ આફિકાા
કેપટાઉનમાં અભ્યાસ માટે ગયેલ છાત્ર પરત ફરતા તેને ગ્લોબલ હોસ્પિટલમાં ભતી કરી તેના
પરિવારના ૨૩ સભ્યોને પણ તપાસ કરવામાં આવેલ છે.