Get The App

બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં ચિંતા

- કમોસમી વરસાદ થવાની શક્યતા

- હવામાન ખાતાનીે 5 થી 7 તારીખે જિલ્લામાં વરસાદ પડવાની આગાહી

Updated: Jan 3rd, 2022

GS TEAM

Google News
Google News
બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં ચિંતા 1 - image

ભીલડી,તા.2

બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર કમોસમી વરસાદ ની શક્યતાઓ સેવાઈ રહી છે. નવા વર્ષની શરૃઆતને શિયાળાની સિઝનમાં ચોથી વખત વાતાવરણમાં પલટો આવતા આકાશમાં કાળા ડીબાંગ વાદળાં જોવા મળી રહ્યા હતા.

હવામાન ખાતા દ્રારા જિલ્લામાં ૦૫/૦૧/૨૦૨૨ થી ૦૭/૦૧/૨૦૨૨ સુધી ૩ દિવસ છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી હતી જેના પગલે આજે વાતાવરણમાં પલટો જોવા મળી રહયો હતો વાદળછાયા વાતાવરણ ના કારણે શિયાળાના પાકમાં મરછીમોલા જેવા રોગ થવાની સંભાવના જોવા મળી રહી છે. અને થોડા દિવાસ અગાઉ કમોસમી વરસાદના કારણે ઠંડીનું જોર વધ્યું હતું. ત્યાર બાદ આવેલ અચાનક વાતાવરણમાં પલટાથી ઠંડીનું જોર ખટશે અને કમોસમી વાતાવરણથી ખેડૂતને મોટા પ્રમાણમાં નુકશાન થાય તે દ્રારા વિવિધ દવાનું છંટકાવનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે બનાસકાંઠા કમોસમી વાતાવરણમાં આગાહીથી ખેડૂતમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.