ગત વર્ષની સરખામણીએ માત્ર ત્રણ મહિનામાં જ રૂ.5 કરોડનો ઘટાડો થયો
- કોરોના ઇફેક્ટઃ અંબાજી મંદિરની આવકમાં ધરખમ ઘટાડો
- 2019માં રૂ.55992369 આવક હતી જ્યારે આ વર્ષે એપ્રિલ, મે અને જુનમાં માત્ર રૂ.5952657 આવક
અંબાજી તા.05 જુલાઈ 2020, રવિવાર
યાત્રાધામ અંબાજીમાં દર્શન કરવા માટે લોકો દુર-દુરથી આવતા હોય છે. જેને લઇમાં અંબાનું પ્રાંગણ ભક્તોના જયઘોષથી ગુંજી ઉઠતું હોય છે ત્યારે આ વર્ષે કોરોના વાયરસના કારણે અંબાજી મંદિર ૧૯ માર્ચથી ૮ જુન સુધી બંધ રાખવામાં આવ્યું હતું. જેને લઇ અંબાજી ટ્રસ્ટની આવકમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. જેમાં ગત વર્ષની સરખામણીએ એપ્રિલ,મેં,જુન ૨૦૨૦ રૃ.૫,૦૦,૩૯,૩૭૨ રૃપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. આ કોરોના વાયરસને કારણે ૮ જુનના રોજ મંદિર ખુલ્યા બાદ પણ યાત્રિકો ઓછા જોવા મળી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં આવેલ યાત્રાધામ અંબાજીમાં કોરોના વાયરસને કારણે આવકમાં ધરખમ ઘટાડો થયો છે. અંબાજી ટ્રસ્ટની મુખ્ય આવક ભોજનાલય, ગેસ્ટહાઉસ , પ્રસાદી, સાહિત્ય, પૂજા વિધિ સહિતની આવક હોય છે. પરંતુ કોરોના વાયરસની મહામારીમાં અંબાજી ટ્રસ્ટની અવાક પર અસર જોવા મળી છે. સરકારની ગાઇડલાઇન પ્રમાણે અંબાજી મંદિર ૧૯ માર્ચથી ૭ જુન સુધી બંધ રાખવામાં આવ્યું છે. જેને લઇ ગત વષીની સરખામણીએ આ વર્ષેની સરખામણીએ આ વર્ષે આવકમાં ધરખમ ઘટાડો થયો છે. જેમાં ગત વર્ષે એપ્રિલ, મે, જુન-૨૦૧૯માં રૃ.૫,૫૯,૯૨,૩૬૯ રૃપિયા આવક થઇ હતી. જ્યારે આ વર્ષે એપ્રિલ, મે, જુન ૨૦૨૦ રૃ.૫૯,૫૨,૬૫૭ આવક થવા પામી છે. જેને લઇ ગતવર્ષની સરખામણીએ આ વર્ષે રૃ.૫,૦૦,૩૯,૭૧૨ નું નુકશાન થવા પામ્યું છે. આમ ટ્રસ્ટની આવકમાં ધરખમ ઘટાડો થયો છે. તેમ છતાં કોરોના વાયરસની લડાઇ માટે ટ્રસ્ટે પ્રધાનમંત્રી ફંડમાં રૃ.૧,૦૧,૦૦,૦૦૦ આપ્યા છે. જ્યારે લોકડાઉન દરમિયાન કોઇ જ કર્મચારીઓના પગાર કપાત ન થાય કે કર્મચારીઓને છુટા ન કરી નિયમિત રૃપે ટ્રસ્ટે પગારની ચુકવણી કરી છે. જેને લઇ કર્મચારીઓએ પણ ખુશી વ્યક્ત કરી હતી.
અંબાજી મંદિરમાં 225 કિલો સ્ટ્રોંગ રૃમમાં અકબંધ
અંબાજી મંદિરમાં અંબાના દર્શન કરવા ભક્તો દેશ-વિદેશમાંથી આવે છે. ત્યારે મંદિરમાં ભેટ સ્વરૃપે સોના-ચાંદી સહિત રોકડ રકમ ધરતા હોય છે. ત્યારે હાલમાં અંબાજી મંદિર ટ્રસ્ટ પાસે ૨૨૫ કિલો સોનું હયાત છે. જેમાં ૯૮ કિલો સોનું સરકારની ગોલ્ડ મોનીટાઇઝેશન સ્કીમમાં મુકવામાં આવ્યું છે. જ્યારે ૧૨૭ કિલો સોનું મંદિર ટ્રસ્ટ રૃમમાં રાખવામાં આવેલ છે. જ્યારે ચાંદી ૬૬૦૦ કિલો ટ્રસ્ટના સ્ટ્રોગ રૃમમાં રાખવામા આવ્યું હોવાનું અંબાજી મંદિર ટ્રસ્ટના હિસાબી અધિકારી સવજીભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું.