અંબાજી, તા. 26 મે 2020 મંગળવાર
ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ગબ્બર પર્વત પાસે રહેતા અને 76 વર્ષથી અન્નજળનો ત્યાગ કરનાર ચુંદડી વાળી માતાના નામે પ્રસિદ્ધિ પામેલા પ્રહલાદભાઈ એ અંતિમ શ્વાસ લીધા છે.
સંતો મહંતો સહિત તેમના નજીકના આશ્રમના અનુયાયીઓ સમાધિની વિધિ માટેની તૈયારીઓમા લાગ્યા છે.
ગુજરાત સહિત દેશ-વિદેશમાં લાખો ભક્તો ધરાવતા ચુંદડી વાળા માતાજી આ ધરતી પર અન્નજળ વગર કેવી રીતે જીવન જીવી રહ્યી શકયા. તે વિજ્ઞાન માટે પણ પડકારજનક હતુ.


