Get The App

અંબાજી: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માં અંબાના કર્યા દર્શન

- અંબાજીમાં કરી મંગળા આરતી

Updated: Jun 24th, 2020

GS TEAM

Google News
Google News
અંબાજી: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માં અંબાના કર્યા દર્શન 1 - image


અંબાજી, તા. 24 જૂન 2020 બુધવાર

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વહેલી સવારે આદ્યશકિતમાં અંબાજીના પૂજન અર્ચન કરીને તેમના દિવસનો પ્રારંભ કર્યો હતો.

મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણ દરમ્યાન 3 મહિના લોકડાઉનની સ્થિતિ બાદ ગઈકાલે ભગવાન જગન્નાથના દર્શન અને રથયાત્રામાં પહિંદ વિધિ કર્યા બાદ મોડી સાંજે અંબાજી પહોંચીને આજે સવારે જગદંબા માતાજીની મંગલા આરતી કરી પૂજન કર્યું હતું.

અંબાજી: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માં અંબાના કર્યા દર્શન 2 - image

મુખ્યમંત્રીએ લોક ડાઉનની સ્થિતિ બાદ પ્રથમવાર અમદાવાદ ગાંધીનગર બહારના તેમના પ્રવાસની શરૂઆતમાં આદ્યશકિત જગત જનનીના દર્શન અર્ચનથી કરી છે. 

તેમણે આદ્યશકિતમાં અંબાજી સમગ્ર માનવ જાતને કોરોનાના આ સંકટમાંથી સલામત પાર ઉતારે તેવી મનોકામનાઓ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીમાં આદ્યશક્તિના દર્શન પૂજન બાદ હવે જરૂરિયાત મુજબ પોતાના અન્ય પ્રવાસ પણ કરશે.

Tags :