Get The App

ચંદ્રકાન્ત પંડયાનું 78 વર્ષની ઉંમરે લાંબી બિમારી બાદ મુંબઈ ખાતે નિધન

- ગુજરાતી ફિલ્મના દિગ્ગજ અભિનેતા

- રામાયણ સહિત અનેક સિરિયલો અને ૧૧૦થી વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કરી લોકપ્રિયતા મેળવી હતી

Updated: Oct 21st, 2021

GS TEAM

Google News
Google News
ચંદ્રકાન્ત પંડયાનું 78 વર્ષની ઉંમરે લાંબી બિમારી બાદ મુંબઈ ખાતે નિધન 1 - image

ભીલડી, તા. 21

મુળ ડિસા તાલુકાના જુની ભીલડીના વતની જેમનો જન્મ  ૦૧-૦૧-૧૯૪૬ ના રોજ જુની ભીલડી ખાતે થયો હતો જેઓના પિતા શ્રી મગનભાઈ પંડયા ધંધા અર્થે મુંબઈ ખાતે સ્થાઇ થયા હતા. મુંબઈ ખાતે ચંદ્રકાન્ત પંડયાએ તેમનું બાળપણ વિતાવ્યું હતું. જેમણે મુંબઈ ખાતે બી.એ. સુધી અભ્યાસ કર્યો હતો અને બાળપણથી જ નાટકોમાં રસ ધરાવતા હતા. જેઓના ક્લાસ મિત્ર હિન્દી ફિલ્મના દિગ્ગજ વિલન અમજદખાન (ગબ્બર) હતા. જેમને પોતાના ગુરૂ ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદીએ નાટક કંપનીમાં કામ કરવાની તક આપી હતી જ્યાંથી તેમની કારકિર્દીની શરૂઆત થઈ હતી. 

કાદુ મકરાણી ફિલ્મ થી બ્રેક મળ્યાં બાદ તેઓએ અભિનયમાં પાછું વળીને જોયું નથી. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના ૭૦ થી ૯૦ ના સમયગાળામાં જ્યારે સુવર્ણકાળ હતો તે સમયે વિવિધ ભુમિકા ભજવી હતી. ચંદ્રકાન્ત પંડયા (બાબાભાઇ) એ પોતાનો એક આગવો દર્શક વર્ગ ઉભો કર્યો હતો અને જવાની ના જોર ફિલ્મમાં હિરો તરીકે તેમજ મહિયરની ચુંદડી ,જગડુશા. ભાદર તારા વહેતા પાણી , સોનબાઇની ચુંદડી , પાતળી પરમાર , માનવીની ભવાઈ જેવા અનેક ફિલ્મ માં અભિનય આપેલ છે સહીત ૧૧૦ થી વધુ ગુજરાતી ફિલ્મોમાં વિલન તેમજ મુખ્ય કલાકાર તરીકે ભુમિકા ભજવી હતી. જેઓ રામાયણ સિરિયલમાં નિષાદ રાજ નું પાત્ર ભજવ્યું હતું અને અનેક સિરિયલમાં કામ કરી ખુબ લોકપ્રિયતા હાસલ કરી હતી ચંદ્રકાન્ત પંડયા ને જુદા જુદા સાત ફિલ્મી એવોર્ડ પણ મળેલ છે. જેઓ ગામદેવી અંબે માં ટેમ્પલ ચંદ્રકાન્ત ભુવન મુંબઈ ખાતે રહેતા હતા. જેઓનું ગઇકાલ સાંજે બુધવાર ના દિવસે લાંબી બિમારી બાદ નિધન થયું હતું તેમના અગ્ની સંસ્કાર મરીન લાઇન ચંદ્રવાડી  મુંબઈ ખાતે કરવામાં આવ્યા હતા. તેમનાં નિધનથી તેમના પરિવાર ,ભિલડી પંથકના લોકો , અને તેમના ચાહકોમાં શોક ની લાગણી પ્રસરી ગઈ છે. જેઓના બે પુત્રો અને એક પુત્રી છે.