બનાસકાંઠા,પાટણ,મહેસાણા, સાબરકાંઠા જિલ્લામાં હળવા વરસાદની શક્યતા
- વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા અસહ્ય બફારોઃલોકો અકળાયા
- પ્રિમોન્સુન એકટીવ થયાનું હવામાન વિભાગનું તારણઃ રાત્રે બનાસકાંઠા જિલ્લામાં વરસાદના હળવા ઝાપટા પડયા
ડીસા, તા. 31 મે 2020, રવિવાર
રાજ્યમાં તાપમાનનો પારો દિવસે ને દિવસે ઉંચો જઈ રહ્યો છે. જ્યારે હાલમાં ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠાના વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં રજુનના રોજ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા કેટલાક વિસ્તારમાં ગત મોડી રાત્રે છુટો છવાયો વરસાદના ઝાપટા પડયા હતા.
હાલમાં ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠામાં પલ્ટો જોવા મળી રહ્યો છે. જ્યારે હવામાનમાં પલટો આવતા મહત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો થયો છે. જ્યારે હવામાન વિભાગ માટે કામ કરતી એક્યુવેધરના જણાવ્યાનુસાર ડીસામાં ૩૯.૭ ડિગ્રી, પાલનપુરમાં ૪૦.૦ ડિગ્રી, અમીરગઢમાં ૩૯.૦ ડિગ્રી, અંબાજીમાં ૩૮.૦ ડિગ્રી, આબુરોડ ૩૯.૦ ડિગ્રી, ઈડરમાં ૪૧.૦ ડિગ્રી, મહેસાણામાં ૪૧.૦ ડિગ્રી, ઊંઝામાં ૪૧.૦ ડિગ્રી, સિધ્ધપુરમાં ૪૧.૦ ડિગ્રી, પાટણમાં ૪૧.૦ ડિગ્રી, મોડાસામાં ૪૧.૦ ડિગ્રી, હિંમતનગરમાં ૪૧.૦ ડિગ્રી, ખેડબ્રહ્મામાં ૪૧.૦ ડિગ્રી, મહત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું.
ગરમીનો આકરો મારો થવાના કારણે લોકોની સ્થિતિ કફોડી બની રહી છે. ભારે ગરમીની અસર લોકો પર જોવા મળી રહી છે. જ્યારે ૩૧મી મે સુધીમાં ધીરે ધીરે તાપમાનનો પારો નીચે જશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠામાં છેલ્લા કેટલાક દિવસથી હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. જોકે ગત મોડી રાત્રે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડયા હતા. જ્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી ૨ મેં અને ૩ મેંના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા ,સાબરકાંઠા, પાટણ, મહેસાણા ગાંધીનગરમાં હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જોકે હાલમાં હવામાનમાં પલ્ટો આવતાં મહત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના લીધે લોકોએ હાશકારો અનુભવ્યો હતો.