ભાભર માર્કેટયાર્ડ ગુજરાતમાં લિંબોળીની ખરીદી માટેનું હબ બન્યું
- ગુજરાન ચલાવતા શ્રમિકને આ વર્ષે લીંબોળીના ભાવ ઓછા મળ્યા
- લીંબોળીની સિઝનના કારણે ખડકાયેલા ઢગલા જોઈ ખેડૂતોનુ પીળુ સોનું ભાભર માર્કેટયાર્ડને સુશોભિત કરી રહ્યું છે
ભાભર,તા.30
દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાભર માર્કેટયાર્ડમાં લિબોળીઓની સારી આવક શરૃ થતાં યાર્ડમાં લિબોળીઓના ઢગલા ખડકાયેલા જોવા મળી રહ્યા છે. માર્કેટયાર્ડમાં રાધનપુર, સુઈગામ, વાવ, થાદ સહિતના વિસ્તારોના ખેડૂતો મહેનતથી ઉગાડેલું સોનું એવી લીંબોળી લઈ યાર્ડ આવી રહ્યા છે. લીંબોળીની સિઝનના કારણે ખડકાયેલા ઢગલા જોઈ ખેડૂતોનુ પીળુ સોનું ભાભર માર્કેટયાર્ડને સુશોભિત કરી રહ્યું છે. મહત્વનું છે કે, ગુજરાત રાજ્યમાં લીંબોળી માટે આ યાર્ડ મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે.
ભાભર સહિત આજુબાજુના સુઈગામ, રાધનપુર,વાવ,થરાદ સહિત દુર દુરના વિસ્તારોમાંથી લિંબોળીની આવક થતાં ગઈ સાલ કરતા આ વર્ષે લિબોળીના ભાવમાં ઘટાડો થયો છે. કડવા લીમડાની મીઠી લિબોળી આ સરહદી વિસ્તારના લોકો માટે આશીર્વાદરૃપ બની રહી છે. આ સરહદી વિસ્તારમાં કોઈ ઔધોગિક, જીઆઈડીસી જેવા મજુરવર્ગ માટે રોજગારી માટેના એકમો ન હોવાને કારણે મજુરવર્ગ લિબડાની લિબોળીઓ વેણી ભેગી કરી ભાભર માર્કેટ યાર્ડમાં વેંચીને પોતાનું ગુજરાન ચલાવે છે.
ભાભર માર્કેટ યાર્ડ વહેપારી એસોસિયેશનના પ્રમુખ
દયારામભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે લિબોળીઓની ખરીદી તમિલનાડુ અને દક્ષિણ રાજ્યોના
વેપારીઓ કરતાં હોવાથી સ્થાનિક વેપારીઓ દ્વારા ટ્રાન્સપોર્ટ મારફતે સપ્લાય કરવામાં
જ્યાં લિબોળીઓમાથી નિમ કોટેડ ખાતર,
તેલ, ઔષધિ
દ્રવ્યો, જંતુનાશક
દવાઓ સહિત જુદી જુદી પ્રોડક્ટ બનાવામાં આવે છે હાલમાં માર્કેટ યાર્ડમાં લિબોળીઓની
રોજની આવક ૫૦૦ થી ૩૦૦૦ હજાર બોરી ની છે ૧
મણ લિબોળીના ભાવ ૨૨૦ થી ૩૩૦ હોવાનું વેપારીઓ એ જણાવ્યું હતું.વધુમા વેપારીઓ એ
જણાવેલ કે ભાભર વિસ્તારમાં લિબોળીની આવક વધુ હોવાથી અહીં ઔધોગિક જીઆઈડીસી શરૃ
કરવામાં આવેતો લોકોને સારા ભાવ અને રોજગારી તકો મળી રહેશે.