બનાસકાંઠાનો વનવાસી વિસ્તાર સિક્સસેલ એનીમીયાના ભરડામાં
- 390થી વધુ દર્દીઓ સિક્સસેલ એનેમિયાગ્રસ્ત
- દાંતા અને અમીરગઢ તાલુકામાં વ્યાપક અસરઃ જિલ્લામાં 18 હજાર વ્યક્તિઓમાં સિક્સસેલ ટ્રેઈટના લક્ષણો જણાયા
પાલનપુર, તા. 25 જૂન 2020, ગુરૂવાર
બનાસકાંઠા જિલ્લાના વનવાસી વિસ્તારમાં વારસાગત સિક્સસેલ એનીમિયા રોગ જોવા મળ્યો હતો. જેને લઈ આ રોગને અટકાવવા માટે આરોગ્ય તંત્ર દ્વારા દાંતા અને અમીરગઢ તાલુકામાં સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના વનવાસી વિસ્તારોમાં ૩૯૦થી વધ્ક્દર્દીઓ સિક્સસેલ એનીમીયાગ્રસ્ત હોવાનું બહાર આવ્યું છે. જેમાં ૧૮ હજાર જેટલા સિક્સસેલ ટ્રેઈટ ધરાવતા વ્યક્તિઓ જોવા મળ્યા હતા. જેને લઈ દાંતા અને અમીરગઢ તાલુકામાં ૩૯૦થી વધુ વ્યક્તિ વારસાગત સિક્સસેલ એનિમીયા અને ૧૮ જેટલા સિક્સસેલ ટ્રેઈટ ધરાવતા વ્યક્તિઓના લોહીના રક્તના લોહીની તપાસ કરતા જાણવા મળ્યું હોવાનું જિલ્લા એપેડેમીક મેડિકલ ઓફિસર ડો. એન.કે. ગર્ગે જણાવ્યું હતું. જેને લઈ આરોગ્ય વિભાગ દ્વારા આ સિક્સસેલ પોઝિટિવ દર્દીને પીળા કલરનું કાર્ડ તેમજ સિક્સસેલ ટ્રેઈટગ્રસ્ત વ્યક્તિને અર્ધ પીળા કલરનું કાર્ડ અને સામાન્ય વ્યક્તિને સફેદ કલરના કાર્ડ આપવામાં આવ્યા હતા. જોકે સિક્સસેલ ટ્રેઈટ કે સિક્સસેલ એનેમિયાવાળા પુરુષ મહિલા સાથે લગ્ન કરવામાં આવે તો આવનાર બાળક પણ સિક્સસેલ એનીમીયાવાળુ પેદા થવાની શક્યતા રહેલી છે. આરોગ્ય વિભાગ આ રોગને જડ મૂળથી નાબુદ કરવામાં પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.
સિક્સસેલ રોગને રોકવાનો ઉપાય
આદિવાસી વિસ્તારમાં તમામ લોકોના લોહીના સેમ્પલ લઈને દવા સાથે સમજણ આપી તેમના લગ્ન સિક્સસેલ એનીમીયા કે સિક્સ ટ્રેઈડ વ્યક્તિ સાથે ન થાય તો જ આ બીમારીને રોકી શકાય.
ગર્ભમાં બાળક સિક્સસેલ ગ્રસ્ત હોય તો તેને જન્મ ન આપી શકાય
ટ્રેઈટ દર્દીને અર્ધ પીળા કલરના કાર્ડ આપવામાં આવે છે અને જે લોકો નોર્મલ છે તેમને સફેદ કલરના કાર્ડ અપાય છે. સિક્સસેલ પોઝિટિવ પીળા કલરના કાર્ડધારકો અન્ય પીળા કલરના કાર્ડધારક સાથે લગ્ન ન કરી શકે તેમજ ગર્ભમાં રહેલું બાળક સિક્સસેલનું દર્દી હોય તો તેને જન્મ ન આપી શકાય તેવું આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.
સિક્સસેલ એનીમીયા અને સિક્સસેલ ટ્રેઈટ કોને કહે છે ?
શરીરમાં બે પ્રકારના કોમોજોન હોય છે. જે વ્યક્તિને બન્ને કોમોજોનમાં બીમારી હોય તેને સિક્સસેલ એનીમીયા ગ્રસ્ત કહેવામાં આવે છે. જ્યારે એક ક્રોમોજોનમાં બીમારી હોય તેને સિક્સસેલ ટ્રેઈટ કહેવામાં આવે છે.
પાંચ સગર્ભા બહેનોના સેમ્પલ અમદાવાદ મોકલાયા
અમીરગઢના ખારીઝાબા ગામના હંસાબેન ભગોરા, રબારીયાના કમળાબેન ડુંગાઈશા, બાલુન્દ્રાના કાળીબેન દામા, દાંતાના દાલપુરાના રઝકબેન પારધી તથા પાલનપુરના ગોઢ ગામના આસુબેન સેવણને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સિક્સસેલ કાઉન્સેલરો દ્વારા સિક્સસેલ એનીમીયાની તપાસ કરતા તેઓ સિક્સસેલ એનીમીયા રોગથી પીડિત હોવાનું જણાતા તેમના પતિઓનું સિક્સસેલ સ્ક્રીનીંગ કરતા તેમનો રિપોર્ટ પોજિટિવ આવતા આ દંપતિઓના લોહીના સેમ્પલ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યા છે.
સગર્ભાઓના ગર્ભમાં રહેલ બાળકો તંદુરસ્ત
સિક્સસેલ કાઉન્સેલર ચંદ્રિકાબેન પંચાલે જણાવ્યું હતું કે પાંચેય દંપતીઓને અમદાવાદ લઈ જઈ સચી વુમન્સ હોસ્પિટલમાં સગર્ભાઓનું સોનોગ્રાફી કરવામાં આવ્યું અને ગર્ભમાં રહેલા બાળક સિક્સસેલ છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી હતી. જેમાં સગર્ભાઓના ગર્ભમાં રહેલા બાળકો તંદુરસ્ત હતા.
સિક્સસેલ કેવી રીતે ફેલાયો
જિલ્લા એપેડેમીક મેડિકલ ઓફિસર ડો. ગર્ગએ જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારમાં વર્ષો પહેલા ઝેરી મેલેરિયાના કારણે લોકોના મોત નિપજતા હતા. જેને લઈ તેમના રક્તકણ કુદરતી દાંતરડા આકારના થતા તેઓ મેલેરિયાની બીમારીથી બચ્યા. પરંતુ સિક્સસેલ એનીમીયાના રોગમાં સપડાયા જેને લઈ આ દર્દીઓનું આયુષ્ય ૩૦ થી ૪૦ વર્ષનું થયું છે.