Get The App

બનાસકાંઠા: અમદાવાદથી આવેલા વધુ 14 વ્યક્તિ કોરોના પોઝીટીવ

- બનાસકાંઠામાં સંક્રમિતોનો આંક 65 થતા લોકોમાં હડકંપ મચ્યોઃ કાંકરેજ, દિયોદર, ધાનેરા અને દાંતીવાડામાં કોરોનાની દસ્તક

- નવ તાલુકા કોરોનાથી પ્રભાવિત

Updated: May 7th, 2020

GS TEAM

Google News
Google News
બનાસકાંઠા: અમદાવાદથી આવેલા વધુ 14 વ્યક્તિ કોરોના પોઝીટીવ 1 - image

પાલનપુર,ડીસા, તા.06 મે 2020, બુધવાર

બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઈરસનું સંક્રમણ બેકાબૂ બનતા સંક્રમિતોની સંખ્યામાં દિન પ્રતિદિન ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. જેમાં બુધવારે એક સાથે વધુ ૧૪ કેસ સામે આવવાની સાથે જિલ્લાનો આંક ૬૫ પર પહોંચી જતા તંત્ર તેમજ લોકોમાં ઉહાપોહ મચી જવા પામ્યો છે. જોકે જિલ્લામાં અગાઉ પાલનપુર, ડીસા, વડગામ, વાવ, થરાદ મળીને પાંચ તાલુકા કોરોના પ્રભાવિત હતા. જેમાં લોકલ સંક્રમણ ફેલાવાને લઈ વધુ ચાર તાલુકામાં કોરોના વાઈરસે દસ્તક દેતા જિલ્લામાં નવ તાલુકા કોરોનાથી પ્રબાવિત બનતા લોકો ફફડી ઉઠયા છે.

કોરોના પોઝીટીવ દર્દીઓની સતત વધતી જતી સંખ્યાને લઈ રેડઝોનમાં મુકાયેલ હોટસ્પોટ બનાસકાંઠામાં કોરોના વાઈરસનું લોકલ સંક્રમણ તીવ્ર ગતિએ ફેલાઈ રહ્યું છે. જેને જિલ્લામાં એકબાદ એક તાલુકા કોરોનાના સકંજામાં આવી રહ્યા છે.જેમાં મંગળવાર સુધી પાલનપુર, વડગામ, વાવ, થરાદ અને ડીસા મળીને પાંચ તાલુકામાં ૫૧ કેસ નોંધાયા હતા. જે કેસ વધીને બુધવારે ૬૫ થયા છે. જેમાં છેલ્લા ત્રણ દિવસમાં વધેલા કેસોમાં અમદાવાદ કનેક્શન કારણભૂત મનાઈ રહ્યું છે. જોકે બનાસકાંઠામાં કોરોનાની સૌપ્રથમ એન્ટ્રી પાલનપુર અને વાવ તાલુકામાં થઈ હતી. જે બાદ થરાદ, વડગામ અને ડીસામાં કોરોનાએ દેખા દીધી હતી અને બુધવારે વધુ ચાર તાલુકામાં કાંકરેજ, દિયોદર, ધાનેરા અને અમીરગઢમાં કોરોનાના કેસ સામે આવ્યા છે. જેમાં કાંકરેજના ઉંબરી, માનપુર, રાનેર, વડા, ઈન્દ્રમણા મળીને ૬ કેસ પાલનપુરના સામઢી (નાઢાણીવાસમાં ૩ કેસ, દિયોદરના સોની અને સુરાણા ગામે એક-એક, ધાનેરામાં એક અને મોટી ડુંગડોલમાં એક તેમજ ૨ દાંતીવાડાના ડાંગીયા ગામે એક કોરોના પોઝીટીવ કેસ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

અમદાવાદથી આવેલ 14 વ્યક્તિ કોરોનામાં સપડાયા

જિલ્લામાં બુધવારે વધુ ૧૪ કેસપોઝીટીવ આવ્યા છે. જેમાં પાલનપુરના સામઢી સહિત ધાનેરા, કાંકરેજ, દિયોદર અને દાંતીવાડામાં અમદાવાદથી આવેલ ૧૪ વ્યક્તિઓનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.ગર્ગે જણાવ્યું હતું.

બનાસકાંઠાના વધુ ચાર તાલુકા કોરોનાની ઝપેટમાં

બનાસકાંઠા જિલ્લામાં અગાઉ પાલનપુર, ડીસા, વડગામ, વાવ અને થરાદ મળીને ચાર તાલુકા કોરોના પ્રભાવિત હતા. જેમાં બુધવારે દાંતીવાડા, ધાનેરા, કાંકરેજ અને દિયોદરમાં કોરોનાએ દસ્તક દેતા જિલ્લાના નવ તાલુકા કોરોના પ્રભાવિત બન્યા છે. 

કાંકરેજમાં કોરોનાના 6 કેસ સાથે એન્ટ્રી

બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં કોરોનાએ ૬ કેસ સાથે એન્ટ્રી કરી છે. જેમાં ઉંબરીમાં એક, માનપુરમાં એક, રાનેરમાં એક, વડામાં બે અને ઈન્દ્રમણામાં એક દર્દીનોરિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જ્યારેપાલનપુરના વાસણી બફર ઝોનમાં આવતા સામઢી (ના)માં અમદાવાદથી આવેલ એક જપરિવારના ત્રણ સભ્યો જ્યારે દિયોદર-૨, ધાનેરા-૨, દાંતીવાડાના ડાંગીયામાં એક વ્યક્તિનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

બનાસકાંઠામાં વધુ 8 લોકોએ કોરોનાને મ્હાત આપી

બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમિતોના સ્વાસ્થ્યમાં સુધારો આવી રહ્યો છે. જેમાં અગાઉ ૧૪ જેટલા વ્યક્તિઓએ કોરોના સામે જિંદગીનો જંગ જીતી લેતા તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. જે બાદ ગઠામણના કોરોનાગ્રસ્ત એક બાળક સહિત સાત અને ભાગળના એક વ્યક્તિએ કોરોના બિમારીને મ્હાત આપતા મોડી સાંજે આલોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

ડીસામાં વધુ એક કોરોના પોઝીટીવ

ડીસાની સોની બજારમાં એક જ પરિવારના ત્રણને કોરોના પોઝીટીવ આવ્યા બાદ આજ પરિવારમાં વધુ એકને કોરોનાનો વાયરસ પોઝીટીવ મળતા આ વિસ્તારને કન્ટેનમેન્ટ જાહેર કરી લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

કોરોના સંક્રમિતો

(૧) હરેશ લક્ષ્મણભાઈ પરમાર (સામઢી) (૨) વસંતીબેન હરેશભાઈ પરમાર (સામઢી) (૩) નેહા હરેશભાઈ પરમાર  (સામઢી, તા.પાલનપુર) (૪) જગદીશ ત્રિપાજી (મોટીડુંગડોલ-ધાનેરા) (૫) શાહરુખ સોકતભાઈ મુશલા (ધાનેરા) (૬) સવિતાબેન પરથાભાઈ ચૌહાણ (ડાંગીયા, તા.દાંતીવાડા) (૭) સંતોકબેન ચુનીલાલ સોલંકી (ઉંબરી, તા.કાંકરેજ) (૮) દિપક મોતીભાઈ મકવાણા (માનપુર, તા.કાંકરેજ) (૯) રેવાભાઈ વાશીભાઈ દેસાઈ (રાનેર, તા.કાંકરેજ) (૧૦) વિશાલ પ્રતાપભાઈ ખાનપુરા (વડા, તા.કાંકરેજ) (૧૧) પ્રતાપ સુડાભાઈ દેસાઈ (ઈન્દ્રમણા, તા.કાંકરેજ) (૧૨) વાઘેલા મનઉભા બચુભા (વડા, તા.કાંકરેજ) (૧૩) ચિરાગ રાયચંદભાઈ પરમાર (રહે.સોની,તા.દિયોદર) (૧૪) કનુ પુનાભાઈ પરમાર (સુરાણા, તા.દિયોદર)

Tags :