બનાસકાંઠા-પાટણમાં કાતિલ દોરીથી ૧૯૫ પક્ષીઓ અને ૧૨ યુવકો ઘવાયા
- પતંગોના પેચે આકાશમાં ઉડતા ૧૦ નિર્દોષ પક્ષીઓનો ભોગ લીધો
પાલનપુર, તા. 15 જાન્યુઆરી 2020, બુધવાર
બનાસકાંઠા તેમજ પાટણ જિલ્લામાં ઉત્તરાયણ પર્વે પતંગ
રસિયાઓએ મન મુકીને પતંગો ઉડાડવાની મજા માણી હતી. જોકે પતંગોના આનંદ વચ્ચે કાતિલ
દોરીથી ૧૯૫ નિર્દોશ પક્ષીઓ અને ૧૨ જેટલા લોકો ઘવાયા હતા. જ્યારે ખુલ્લા આકાશમાં
વિહરતા ૧૦ જેટલા પક્ષીઓ મોતને ભેટયા હતા.
મકરસંક્રાંતિ પર્વે વહેલી સવારથી લઈને મોડી સાંજ
સુધી પતંગ રસિકોએ અવનવા પતંગોના પેચ લડાવ્યા હતા. જોકે પતંગ રસિકોની આ મોજ અબોલ
પક્ષીઓ માટે આફત સમાન સાબિત થઈ હતી.
પતંગની કાતિલ દોરીથી બનાસકાંઠામાં ૭૫ અને પાટણ જિલ્લામાં ૧૨૦ પક્ષીઓ ઘાયલ થયા હતા
અને ૧૦ જેટલા પક્ષીઓ ગંભીર ઘાયલ થવાના કારણે મોતને ભેટયા હતા. જોકે ઘાયલ પક્ષીઓને
કરુણા અભિયાન અંતર્ગત નિયુક્ત કરાયેલા તબીબો તેમજ દાંતીવાડાના તબીબો દ્વારા સારવાર
આપવામાં આવી હતી. જ્યારે પતંગોની દોરીના કારણે પાટણ, બનાસકાંઠા જિલ્લામાં
૧૨ વ્યક્તિઓ ઘાયલ થતા તેમને હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. આમ પતંગોની
આતશબાજીનું પર્વ નિર્દોષ પક્ષીઓ માટે આફતનું પર્વ પુરવાર થયુ ંહતું.
૧૯૫ પક્ષીઓ ઘાયલ
પાટણ જિલ્લામાં કુલ ૧૨૦ પક્ષીઓ ધાયલ થયા હતા. જેમાં
૬૪ કબૂતર, ૪ સમડી,
૨ કાગડા, ૧ બગો, ૧ ચામાચીડીયું ઘાયલ થયા હતા.
તો ૧૦ કબૂતરના મોત થયા હતા. ઘાયલોને વન વિભાગ દ્વારા સારવાર આપવામાં આવી રહી હતી.
પાટણ, બનાસકાંઠામાં ૧૨ લોકો
ઈજાગ્રસ્ત
પાલનપુર સિવિલ હોસ્પિટલના સુત્રો દ્વારા જણાવાયું
હતું કે ઉત્તરાયણે શહેરમાં ૧૧ લોકો ઘાયલ થાય હતા. જેમાં ધાબા પરથી પડી જતા
ચિરાગભાઈ વાઘેલા, અનિલભાઈ પરમાર, અબુજી વિરાજી ઠાકોર, વિશાલ
રમેશ ચૌધરી(માલોસણ), મહેશ પસા ભીલ, ધવલ જોશી, આદિ
ઉસમાન નાગોરી,
અશોક તારાજલ, જનાજી રામસંગજી, ભરત
અમીન, બાબુ ગમાર ઘાયલ થયા હતા. તો પાટણમાં રૃની ગામનો એક યુવાન ધાબા પરથી પટકાતા
ઘાયલ થયો હતો.