Get The App

ધોમ ધખતાં તાપમાં આશા વર્કર બે માસની બાળકી બે કિલોમીટર ચાલી

- ભીલડી આરોગ્ય કેન્દ્રમાં સારવાર કરાવ્યા બાદ વાહન ન મળતાં પગપાળા નીકળ્યા

Updated: Apr 8th, 2020

GS TEAM

Google News
Google News
ધોમ ધખતાં તાપમાં આશા વર્કર બે માસની બાળકી બે કિલોમીટર ચાલી 1 - image

ભીલડી,તા.08 એપ્રિલ 2020, બુધવાર

કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકડાઉનથી વાહન વ્યવહાર બંધ છે. ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં બિમાર લોકોને જરૃર હોય ત્યારે વાહન ન મળતું હોઈ પગપાળા ચાલવું પડી રહ્યું છે. આવી સ્થિતિમાં ડીસા તાલુકાના સોતમલા ગામની બિમાર બાળકીને ભીલડી આરોગ્ય કેન્દ્રમાં સારવાર કરાવ્યા બાદ વાહન ન મળતાં આશા વર્કર બે માસની બાળકીને ગોદમાં લઈ બે કિલોમીટર પગપાળા ચાલી હતી. જોકે, માર્ગમાં ભાજપના કાર્યકરે મદદ કરી વાહનમાં સોતમલા ગામે પહોંચાડયા હતા.

સરકાર દ્વારા લોકોના આરોગ્ય માટે વિનામૂલ્યે ૧૦૮, ખિલખિલાટ સહિતની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જોકે ખરા સમયે તે કામ ન આવે ત્યારે લોકો મુશ્કેલીમાં મુકાતા હોય છે. કંઈક આવો જ કિસ્સો ભીલડીમાં પ્રકાશમાં આવ્યો છે. જેની વિગતો એવી છે કે ડીસા તાલુકાના સોતમલા ગામે આશા વર્કર રમીલાબેન મકવાણા અને પીનાબેન મકવાણા કોરોનાની સર્વેની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન માજીરાણા અશોકભાઈ સેધાભાઈના ઘરે સર્વે અર્થે ગયા હતા. ત્યારે તેમની બે માસની બાળકીને અચાનક ખેંચ ઉપડતાં આશા વર્કરબેને ૧૦૮ને કોલ કરી બોલાવી હતી. અને ભીલડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર કરાવીને પરત આવતા લોકડાઉન હોવાથી સાધનની વ્યવસ્થા ન હોવાથી ૨ કિલોમીટર ચાલીને પરત ઘર તરફ જઈ રહ્યા હતા.

Tags :