બનાસકાંઠામાં વધુ એક કેસઃ વાસણી(ગઢ)નો યુવક કોરોના પોઝિટીવ
- અમદાવાદમાં યુવકનો રીપોર્ટ પોઝેટીવ આવતા પરિવારના સાત સભ્યોના સેમ્પલ લેવાયાઃઆરોગ્ય તંત્રમાં દોડધામ
પાલનપુર તા.29 એપ્રિલ 2020, બુધવાર
લોકડાઉનને લઇ અમદાવાદમાં રહેતો પાલનપુર તાલુકાના વાસણી(ગઢ) ગામનો એક યુવક પોતાના વતન આવ્યો હતો જ્યા એક મહિના સુધી રહ્યા બાદ પરત અમદાવાદ ગયો હતો. જ્યાં તેનો ટેસ્ટ કરાવતા તેનો રિપોર્ટ કોરોના પોઝેટીવ આવતા બનાસકાંઠા આરોગ્ય તંત્ર દ્વારા વાસણીમાં યુવકના પરીવારના પાંચ સભ્યો અને તેના સંપર્કમાં આવેલ બે સભ્યો મળીને કુલ સાત સભ્યોના સેમ્પલ લેવામાં આવ્યા છે. અને ગામમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝેટીવના ૩૦ કેસ નોંધાયા હોઇ લોકોમાં ફફડાટ ફેલાયેલો છે. જે વચ્ચે જિલ્લા વહિવટી અને આરોગ્ય તંત્ર દ્વારા કોરોના વાઇરસને ફેલાતો રોકવા માટે સઘન પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેને લઇ છેલ્લા ત્રણ દિવસમાં એક પણ નવો કેસ નોંધાયો નથી જ્યાં અમદાવાદમાં રહેતા બનાસકાંઠાના એક યુવકનો રીપોર્ટ કોરોના પોજેટિવ આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. અમાદાવાદની ખાનગી કંપનીમાં કામ કરતો પાલનપુર તાલુકાના વાસણી(ગઢ)નો ૩૫ વર્ષીય યુવક દેવેન્દ્રભાઇ ગણપતભાઇ પંચાલ જે લોકોડાઉનને લઇ માર્ચ મહિનામાં પોતાના પરીવાર સાથે વતન વાસણીમાં આવ્યો હતો. જ્યાં આરોગ્ય વિભાગ દ્વારા તેને હોમ કોરેન્ટાઇન કરવામાં આવ્યો હતો. જેની મુદ્દત પૂર્ણ થયા બાદ તે તા.૨૪ એપ્રિલના રોજ ફરી પરીવાર સાથે અમદાવાદ ગયો હતો. જ્યાં ૨૬ એપ્રિલના રોજ તેનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેનો રીપોર્ટ ૨૭
અમદાવાદથી આવ્યા બાદ યુવકને હોમ કોરેન્ટાઇ કરાયો હતો
લોકડાઉનને લઇ અમદાવાદથી વાસણી આવેલ દેવેન્દ્રભાઇ પંચાલને આરોગ્ય વિભાગ દ્વારા ૧૪ દિવસ સુધી હોમ કોરેન્ટાઇન કરવામાં આવ્યો હતો. જે સમયગાળો પૂર્ણ થયા બાદ યુવક ફરી અમદાવાદ ગયો હતો. જ્યાં તેનો રીપોર્ટ પોઝેટીવ આવતા તેના પરિવારના સભ્યોના સેમ્પલ લેવામાં આવ્યા છે.
ગઢ સહિતના આઠ ગામને બફર ઝોનમાં મુકાયા
અમદાવાદથી આવ્યા બાદ વાસણીમાં એક મહિનો ગુજારનાર યુવક કોરોનામાં સપડાતા પાલનપુર તાલુકાના ગઢ, મડાણા, સામઢી(મોટાવાસ), સામઢી(નાઢાણીવાસ), સામઢી (રાણાજીવાસ), વાસણી તેમજ સરસ્વતી તાલુકાના ખારેડા અને આસેડા ગામને બફર ઝોન જાહેર કરવામાં આવ્યા છે.