Get The App

અનાજનો જથ્થો સરકારી હોવાનું ખુલતાં ફરિયાદ નોંધાઇ

- બનાસકાંઠાના દિયોદરમાંથી જથ્થો ઝડપવામાં આવ્યો હતો

- 8,88,900 કિંમતના 696 અનાજના કટ્ટાને કાયદેસર બતાવવા ગોડાઉન માલિકે ખોટા બિલ રજુ કર્યા હતા

Updated: Jan 3rd, 2022

GS TEAM

Google News
Google News
અનાજનો જથ્થો સરકારી હોવાનું ખુલતાં ફરિયાદ નોંધાઇ 1 - image

પાલનપુર,તા.2

બનાસકાંઠા જિલ્લાના દિયોદર જીઆઇડીસીના એક ગોડાઉનમાં એક મહિના અગાઉ ઝડપાયેલ શંકાસ્પદ અનાજનો જથ્થો તપાસ દરમિયાન સરકારી હોવાનું બહાર આવતા દિયોદર મામલતદારે અનાજની સંગ્રહખોરી કરનાર ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

દિયોદર ખાતે આવેલ જીઆઇડીસીના પ્લોટ નંબર ૫૦ માં એક મહિના અગાઉ મોડી રાત્રે સસ્તા અનાજની દુકાનનો  રાશનનો જથ્થો ટ્રક મારફતે લાવી આ ગોડાઉનમાં તેના કટ્ટા પલટાવી  કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાની માહિતીને લઈ દિયોદર નાયબ પુરવઠા અધિકારી, મામલતદાર અને પોલીસ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૃ કરી હતી જેમાં રૃ.૩,૯૭,૫૦૦ ની કિંમતના ઘઉં ના ૩૧૮ કટ્ટા અને રૃ.૪,૯૧,૪૦૦ની કિંમતના ચોખાના ૩૭૮ કટ્ટા અનાજ ના જથ્થા સહિત કુલ.રૃ.૮,૮૮,૯૦૦ ના મુદ્દામાલને સીઝ કરવામાં આવ્યો હતો જે બાદ સતત એક મહિના સુધી ચાલેલી તપાસમાં ગોડાઉન માલિક ભરત રામગોપલ ઠક્કરે રહે.વસુંધરા સોસાયટી ડીસા વાળાએ જથ્થા અંગે બિલ રજૂ કર્યા હતા. જોકે તપાસ દરમિયાન આ તમામ બીલો ખોટા હોવાનું ધ્યાનમાં આવતા અનાજ  અને ભરત ઠક્કર ના જવાબો ખોટા હોવાનું પ્રતીત થતાં જ મામલતદાર વિધિબેન પટેલે અનાજ માફિયા ભરત ઠક્કર સામે આવશ્યક ચીજવસ્તુ ધારા અધિનિયમ ૩ અને ૭ મુજબ ફરિયાદ નોંધાવી છે.