Get The App

અમીરગઢઃ લોક ડાઉનમાં રખડપટ્ટી કરતા 11 ઈસમોને પોલીસે કાયદો ભણાવ્યો

- નાસમજ લોકોથી લાલચોળ ખાખીએ 112 વાહનોની અટકાયત કરી

Updated: Apr 8th, 2020

GS TEAM

Google News
Google News
અમીરગઢઃ લોક ડાઉનમાં રખડપટ્ટી કરતા 11 ઈસમોને પોલીસે કાયદો ભણાવ્યો 1 - image

અમીરગઢ, તા.08 એપ્રિલ 2020, બુધવાર

બનાસકાંઠાના અમીરગઢમાં લોક ડાઉનને લઈ પોલીસ વધુ સક્રિય બનતા લોક ડાઉનનો ભંગ કરી સરેઆમ ફરતા અગિયાર ઇસમોની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.

કોરોના વાયરસની મહામારીના કારણે સમગ્ર દેશમાં 23મી માર્ચથી લોકડાઉન કરવામાં આવેલ છે. આવા ખતરનાક વાયરસને પહોંચી વળવા એકમાત્ર લોકડાઉન જ ઉપાય હોવાથી દેશવાસીઓ પાલન કરી રહ્યા છે. જ્યારે બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તાર અમીરગઢ તાલુકામાં કેટલાક લોકો આ બાબત ગંભીરતાથી લેતા નથી. પોલીસ દ્વારા એલાઉન્સ કરી માહિતી આપવા છતાં અમુક લોકો ખુલ્લામાં ફરતા હોવાથી પોલીસ દ્વારા અત્યાર સુધી 11 ઈસમો સાથે કુલ 112  વાહનોમાં બાઇકો તથા ફોર વિલર પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

લોક ડાઉનમાં પણ દારૂનું ધૂમ વેચાણ

અમીરગઢમાં લોકડાઉનના લીધે કડક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવતા લોકડાઉનનો ભંગ કરનાર વ્યક્તિઓ ને પકડી કાર્યવાહી કરવામાં આવેલ છે. પરંતુ દેશી દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે. તંત્રનું ધ્યાન આ તરફી કેમ નથી ગયું તે ચર્ચાએ પંથકમાં ગરમાવો પકડ્યો છે.

Tags :