પાટણ અને બનાસકાંઠાની તમામ બોર્ડરો સીલ કરી દેવાઇ
- સિધ્ધપુરમાં પાંચ કોરોના પોઝિટીવ કેસ આવતા
- આતરીક રસ્તાઓ પર પોલીસની નાકાબંધીઃસરકારી કર્મચારીઓને પણ અપડાઉન ન કરવા તાકિદ
ડીસા તા.08 એપ્રિલ 2020, બુધવાર
પાટણના સિધ્ધપુર ખાતે પાંચ કોરોના પોઝિટીવ કેસ મળતા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. પાટણથી બનાસકાંઠા તરફથી તમામ બોર્ડર સીલ કરી દેવામાં આવી છે. નાયબ કલેકટર કક્ષાના અધિકારીઓ બોર્ડર પણ ચુસ્તપણે પ્રવેશ બંધ થાય તે માટે કામ કરી રહ્યા છે.
કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ ગુજરાત જ નહીં પરંતુ દેશમાં જે ગતિએ વધી રહ્યું છે. તેને લઇને સરકાર એલર્ટ છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી એક પણ કોરોના પોઝીટીવ કેસ નોંધાયો નથી. પરંતુ બનાસકાંઠાની સરહદ પર આવેલા તમામ જિલ્લાઓમાં કોરોના પોઝીટીવ કેસ મળતા જિલ્લાની તમામ સરહદ સીલ કરવામાં આવી છે. સૌથી વધુ તકેદારી પાટણ સાથે સંકાળાયેલી બોર્ડર ઉપર રાખવામાં આવી રહી છે. સિધ્ધપુર ખાતે એક સાથે પાંચ જેટલા પોઝિટીવ કેસ મળતા બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ પર છે. જેના કારણે પાટણ તરફથી આવતી તમામ બોર્ડર સીલ કરવામાં આવી છે. પાટણ તરફથી બનાસકાંઠા જિલ્લામાં કોઇ પણ વ્યક્તિ પ્રવેશ કરે નહી અને બનાસકાંઠા તરફથી કોઇપણ વ્યક્તિ પાટણ તરફન જાય તે માટે ખાસ તકેદારી કરાખવામાં આવી રહી છે. જે ઇન્ટર્નલ રસ્તાઓ છે ત્યાં પણ પોલીસ તૈનાત કરવામા ંઆવી છે. નાયબ કલેકટર કક્ષાના અધિકારી બનાસકાંઠાની બોર્ડર પર પ્રદેશબંધીનો કડક અમલ રહે તે માટે કામ કરી રહ્યા છે. બનાસકાંઠાના જે પણ કર્મચારીઓ પાટણ જિલ્લામાં નોકરી કરે છે. તે કર્મચારીઓને પણ અપડાઉન ન કરવા તેમજ ત્યાંજ રહેવા માટેની સુચનાઓ આપવામાં આવી છે.