Get The App

વડગામ તાલુકામાં મેતા બાદ મજાદરમાં કોરોનાની એન્ટ્રીથી ફફડાટ

- દુબઈથી આવેલ યુવક કોરોનામાં સપડાયો

- જિલ્લામાં 20 દિવસમાં કોરોનાના આઠ કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું

Updated: Jan 2nd, 2022

GS TEAM

Google News
Google News
વડગામ તાલુકામાં મેતા બાદ મજાદરમાં કોરોનાની એન્ટ્રીથી ફફડાટ 1 - image

પાલનપુર,તા.01

બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસની ત્રીજી લહેર ચાલુ થઈ હોય તેમ એક બાદ એક કોરોના પોઝેટિવ કેસો સામે આવી રહ્યા છે. જેમાં વડગામ તાલુકામાં મેતા બાદ મજાદર ગામે કોરાનાનો કેસ સામે આવતા આરોગ્ય તંત્ર હરકતમાં મુકાયું છે. કોરોના સંક્રમિત યુવકને હોમ કોરેન્ટાઇન કરી તેની સારવાર હાથ ધરી તેના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દેશ-દુનિયામાં ફરી એક વાર હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસ ની બનાસકાંઠા જિલ્લામાં પણ લહેર ફૂંકાવા લાગી છે. જેમાં જિલ્લામાં છેલ્લા ૨૦ દિવસમાં કોરોનાના આઠ કેસ સામે આવ્યા છે. જેમાં પાલનપુર ,ડીસા બાદ વડગામ તાલુકામાં  મેતા અને મજાદર ગામે એક એક પોઝેટિવ કેસ નોંધાયા છે. જેમાં દુબઈમાં ખાનગી નોકરી કરતો મજાદર ગામનો એક ૩૦  વર્ષનો યુવક દુબઈથી ઘરે આવ્યો હતો અને ફરી દૂબઇ જવા આરટીપીસી આર ટેસ્ટ કરાવતા તેનો રિપોર્ટ પોઝેટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. કોરોના સંક્રમિત યુવકને હોમ કોરેન્ટાઇન કરી ગામમાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે તકેદારી ના પગલાં ભરવામાં આવ્યા છે. કોરોના સંક્રમિત યુવક ના સંપર્કમાં આવેલા લોકોના કોરોના રિપોર્ટ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.