સિધ્ધપુરમાં પ્રાચીન પરંપરા મુજબ સૂર્યના સુક્ષ્મ કિરણોથી હોળી પ્રજ્વલિત કરાઈ
- વર્ષો જુની પ્રણાલી મુજબ બિલોરી કાચથી હોળી પ્રગટાવાઈ
- ૧૦૭ વર્ષ જૂની અનોખી પરંપરા આજે પણ અકબંધ
પાલનપુર, સિધ્ધપુર, તા.
09 માર્ચ 2020, સોમવાર
ધાર્મિક નગરી સિધ્ધપુરમાં દરેક તહેવારોની ધાર્મિક
વિશિષ્ટતાથી અનોખી ઉજવણી કરાય છે. જેમાં સમગ્ર ભારતભરમાં હોળી દિવાસળી, કેરોસીન, ઘી
તેલથી પ્રગટાવવામાં આવે છે. જ્યારે સિધ્ધપુરમાં હોળીને સૂર્યના સુક્ષ્મ કિરણને
બિલોરી કાચમાં જીલીને પ્રગટાવવામાં આવે છે અને આ પ્રગટાવેલ હોળીના અંગારાઓને
છાણાઓમાં લઈને શહેરના વિવિધ, શેરી, મહોલ્લામાં વાજતે ગાજતે હોળી
પ્રગટાવવામાં આવે છે. આ પ્રાચીન પરંપરા છેલ્લા ૧૦૭ વર્ષથી અકબંધ જળવાઈ રહી છે.
સિધ્ધપુરમાં જોષીઓની ખડકી ખાતે બિલોરી કાચથી પ્રગટાવેલ
હોીમાંથી છાણામાં અગ્નિને શહેરની બીજી હોળી
પ્રગટાવવામાં આવે છે. નાના નાના ભુલકાઓ ઢોલ, નગારાના તાલે હોળી પ્રગટાવવાનો
આનંદ માણે છે. આ અંગે રાહુભાઈ જોષીએ જણાવ્યું હતું કે સિધ્ધપુરના રાજા સિધ્ધરાજ જયસિંહના
સમયથી આ પ્રમાણે બિલોરી કાચથી હોળી પ્રગટાવવામાં આવે છે.
કેવી રીતે હોળી પ્રગટાવાય છે ?
પીતાંબર ધારી યુવાનો સૂર્યના કિરણોને મધ્યાહ્ને
બિલોરી કાચ પર ઝીલીને તેના દ્વારા છાણામાં રાખેલ રૃ ને પ્રગટાવવામાં આવે છે. તેમાંથી
છાણા પ્રગટાવવામાં આવે છે અને તે પ્રગટાવેલ છાણા રાખી મુકી સંધ્યા સમયે શુભ
મુહુર્તમાં વાજતે ગાજતે અગ્નિ પ્રગટાવવામાં આવે છે. લાકડાઓમાં અગ્નિ પ્રગટાવવામાં આવે છે અને શહેરના જ્યારે આ અંગે
આદિત્યભાઈ જોશીએ જણાવ્યું હતું કે કોઈક સમયે આકાશ વાદળછાયુ અને વરસાદી બને છે
ત્યારે રૃ ના ટુકડાને અરણીના લાકડામાં મુકી તેનું મંથન કરી અને તેમાં અગ્નિ
પ્રજ્વલિત કરવામાં આવે છે અને તેના દ્વારા હોળી
પ્રગટાવવામાં આવે છે.
વાદળછાયા વાતાવરણમાં અણી મંથનથી હોળી પ્રગટાવાય છે
જ્યોતિન્દ્રભાઈ જોશીએ અરણી મંથન કરતાં જણાવ્યુ ંહતું
કે હોળીના દિવસે વરસાદ કે વાદળછાયા વાતાવરણમાં સૂર્ય ન દેખાય તો તે દિવસે પણ
અરણીના લાકડાનું મંથન કરી તેમાંથી રૃ દ્વારા અગ્નિ પ્રગટાવીને અગ્નિ છાણામાં
પરિવર્તન કરી અને તેના દ્વારા હોળી પ્રગટાવવામાં આવે છે.
હોળીના છાણાં દ્વારા પશુઓના સ્વાસ્થ્યની ચિંતા
સિધ્ધપુરના ગ્રામ્ય વિસ્તારમાં હોળી પ્રગટાવ્યા બાદ તેમાંથી
સળગેલા છામા લઈને પોતાના પશુઓ પાસે લઈ જઈને તેના મુખ પાસે ફેરવતા આખું વર્ષ પશુઓ રોગમુક્ત
બનતા હોવાની માન્યતા જોવા મળી હતી.