For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમીરગઢ પાસેથી વહેતી બનાસ નદીમા ચુસ્ત પોલીસ બદોબસ્ત ગોઠવાયો

- બનાસનદીમાં કોઇ ઉતરે નહી તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

Updated: Jul 29th, 2022

Article Content Imageઅમીરગઢ, તા.28

અમીરગઢ પાસેથી વહેતી અને દાંતીવાડા ડેમમાં સમતી બનાસ નદીમીં પુર આવવાની શક્યતાઓ વધતા તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ ગોઠવવામાં આવેલ છે.

રાજસ્થાનના ઉદેપુર પાસે આવેલ ઢેબર સરોવરમાંથી નીકળતી અને દાંતીવા ડા ડેમમાં ભળતી બનાસ નદી જે બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી ગણવામાં આવે છે. બનાસકાંઠાના ઉપરવાસમાં આવેલ રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવતા જો રાજસ્થાનમાં ભારે વરસાદ પડે તો બનાસ નદીમાં પુર આવવાની શક્યતાઓ રહે છે. એ માટે અમીરગઢ મામલતદાર દ્વારા બનાસ નદી કિનારે વસતા ચૌદ ગામડાઓને એલર્ટ કરવા માં આવ્યા છે. અને કોઈ વ્યક્તિ નદીમાં પણ ન ઉતરે એ માટે ચુસ્ત પોલીસ ગોઠવી દેવામાં આવી છ.ે આદિકાળમાં પર્ણસા નદી તરીકે ઓળખાતી બનાસ નદીમાં ચોમાસા દરમિયાન ઘોડાપૂર આવતું હોય છ.ે 

Gujarat