Get The App

થરાદના બેવટા નજીકથી 9,72,450ની કિંમતના પોશડોડાનો જથ્થો ઝડપાયો

- આરઆરસેલે બોર્ડર રેન્જ ભુજનો દરોડોઃ ગાડીમાંથી પોષડોડા સાથે બે ઈસમો ઝડપાયા

Updated: May 22nd, 2020

GS TEAM

Google News
Google News
થરાદના બેવટા નજીકથી 9,72,450ની કિંમતના પોશડોડાનો જથ્થો ઝડપાયો 1 - image

થરાદ, તા. 21 મે 2020, ગુરૂવાર

આરઆરસેલ બોર્ડર રેન્જ ભુજ ટીમને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે થરાદ તાલુકાની બોર્ડર નજીક આવેલા અંતરીયાળ ગામોના ચોર રસ્તા નેળિયાઓ પરથી દારૃ સહિત નાર્કોટેસ્ટ એન્ડીપીએસ જેવા ગુનાહિત પ્રવૃતિ કરતા ઈસમો વાહનો લઈને પસાર થાય છે. આવી ખાનગી રાહેત બાતમી મળતા થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બેવટા નજીક વોચ ગોઠવતા ચોક્કસ બાતમીવાલી ફોર્ચ્યુનર ગાડી આવતા તેને અટકાવી તપાસ કરતા ગાડીમાં પોષડોડાના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી થરાદ પોલીસને સોંપાયા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કોરોના વૈશ્વિક મહામારીમાં લોકડાઉન હોવાથી તમામ પ્રકારના ધંધા, રોજગાર બંધ હોવાથી નશાખોરી વ્યસનીઓ મોંઢે માગ્યા દામ આપી નશીલા પદાર્થો ખરીદતા હોય છે. આથી કાળાબજાર કરી મોટી રકમ કમાવવા ભારતીય બનાવટનો વિદેશી દારૃ અફીણ, પોષડોડાની હેરાફેરી કરતા ઈસમો રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડવા ચોર રસ્તાઓનો ઉપયોગ કરતા હોય છે. આથી આરઆરસેલ બોર્ડર રેન્જ ભુજ ટીમ દ્વારા રાજસ્થાન હદને અડીને આવેલા થરાદ તાલુકાના ગામોના રસ્તાઓ પર પેટ્રોલિંગ કરી વોચ ગોઠવતા બેવટા ગામથી રાજસ્થાનના સાંચોર તાલુકાના ગામો તરફથી ફોર્ચ્યુનર ગાડીને ઝડપી પાડતા ૩૨૪ કિલો ૧૫૦ ગ્રામ પોષડોડાનો જથ્થો મળી આવતા કિંમત રૃપિયા ૯,૭૨,૪૫૦ તેમજ ફોર્ચ્યુનર ગાડીની કિંમત રૃપિયા ૧૦,૦૦,૦૦૦, મોબાઈલ નંગ ૩ તેમજ રાઉટર નંગ-૧ કિં. રૃ. ૨૧,૫૦૦, રોકડ રકમ રૃા, ૯૦૦૦ કુલ મુદ્દામાલ ૨૦,૦૨,૯૫૦ સાથે ઝડપાયેલા ીસમો બીરબલકુમાર ઉર્ફે બલવીર બાબુલાલ લોળ (બિશ્નોઈ) ઉ.વ. ૨૧, રહે. ગામ વિહોડા, ગોલીયા, તા. ભીનમાલ, જિ. ઝાલોર, રાજસ્થાન, શ્રવણકુમાર ઉર્ફે સન્નુ તાજારામ જાટ, ઉ.વ. ૨૪, રહે. ગામ ભાગલભીમ, તા. ભીનમાલ, જિ. ઝાલોરવાળાઓ સામે નાર્કોટેસ્ટ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Tags :