ડીસાના કાંટ રોડ ઉપર આવેલ ફળોના કોલ્ડ સ્ટોરેજમાં ભીષણ આગ લાગી
- જિલ્લામાંથી 10 જેટલા ફાયર ફાયટરની મદદથી પાંચ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો
ડીસા, તા. 22 મે 2020, શુક્રવાર
ડીસા તાલુકાના કાંટ ગામમાં એકવાર ફરી ફળોના કોલ્ડ સ્ટોરેજમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગની ઘટના બનતા પાંચ પાંચ કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા હતા. ઘટનાને પગલે વહીવટી તંત્રે ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો કરતા પાંચ કલાકની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવાયો હતો.
ડીસા તાલુકાના કાંટ ગામમાં આવેલા રાજકમલ નામના ફળોના સ્ટોરેજમાં આગ લાગવાની ઘટના બની હતી. આ આગની ગટના પાછળનુ ંપ્રાથમિક કારણ શોર્ટસર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઘટના બનતા સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને ાગને પગલે પાંચ કિલોમીટર દૂર સુધી આગના ગોટા સ્પષ્ટ જોવા મળી રહ્યા હતા. આ આગની ઘટના બનતા ઘટનાસ્થળે સરકારના પ્રતિનિધિઓ, પોલીસ અને પ્રશાસન પહોંચી ગયું હતું અને આગ પર કાબુ મેળવવા માટે દશ જેટલા ફાયર ફાયટરને લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત અગ્નિશામક ટીમો દ્વારા આ આગ પર કાબુ મેળવવા માટે કાર્બન બોમ્બનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો અન ેલગભગ પાંચ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ કોલેડ સ્ટોરેજ ફળોનું કોલ્ડ સ્ટોરેજ હતું અને આખે આખું સ્ટોરેજ ફાઈબરથી બનેલું હતું.