Updated: Dec 17th, 2021
પાલનપુર,તા.16
બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વાવ, સુઇગામ સહિતના
વિસ્તારોમાં કાગળની જેમ કેનાલો તૂટી રહી હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં હવે
વધુ એક ભાભર તાલુકાના ણી ગામ પાસે કેનાલમાં ગાબડું પડતા પાણી ખેતરોમાં ઘુસી ગયો
હતું જેને લઈ ખેડૂતોને મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં જ્યારથી નર્મદાની કેનાલ બનાવવામાં આવી
છે ત્યારથી ખેડૂતોને વાવેતરમાં સારો ફાયદો થઈ રહ્યો છે પરંતુ બીજી તરફ અધિકારીઓની
બેદરકારીને કારણે તે જ કેનાલો ખેડૂતો માટે આફતરૃપ સાબિત થઈ રહી છે જેમાં ભાભર
તાલુકામાં ગુરુવાર સવારે ણીથી ચેમ્બુવા માઇનોર કેનાલમાં ૧૦ ફૂટનું ભંગાણ પડતા
કેનાલનું પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યું હતું જેને લઈ ખેતરોમાં ઊભો પાક
પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો જોકે ખેડૂતો દ્વારા
અનેક વાર રજૂઆતો છતાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે અને નર્મદા
નિગમના અધિકારીઓ નિંદ્રાધીન હોય તેવું જોવા મળી રહ્યું હતું.