Get The App

પાટણમાં 100 કરોડના ખર્ચે ડાયનાસોર પાર્ક અને સાયન્સ મ્યુઝીયમ નિર્માણ પામશે

- મહાકાય ડાઇનાસોરની કૃતિઓ મુકાશે

- વિદ્યાર્થીઓ,ખેડૂતો, સાયન્સ સ્કોલર્સ અને પ્રવાસીઓ માટે આકર્ષણ ઉભું કરવા પાંચ ગેલેરી બનાવાશે

Updated: Jun 13th, 2021

GS TEAM


Google News
Google News
પાટણમાં 100 કરોડના ખર્ચે ડાયનાસોર પાર્ક અને સાયન્સ મ્યુઝીયમ નિર્માણ પામશે 1 - image

પાલનપુર તા.૧૩

ઐતિહાસિક વિરાસત ધરાવતા પાટણ નગર ની વૈભવતા માં વધુ એક મોર પીંછ સમુ ડાયનાસોર પાર્ક અને સાયન્સ મ્યુઝીયમ આકાર પામવા જઇ રહ્યું છે જોકે પાટણની શોભા સમાન વલ્ડ હેરિટેજ રાણકીવાવ બાદ હવે ૧૦૦ કરોડના ખર્ચે દશ એકર જમીનમાં પાંચ જુદીજુદી ગેલેરીમાં ડાયનાસોર પાર્ક અને સાયન્સ મ્યુઝીયમ બનશે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

ગુજરાતની પ્રાચીન રાજધાની અને એતિહાસિક વારસો ધરાવતા પાટણ નગરમાં અણમોલ વૈશ્વિક વિરાસત રાણકી વાવે વિશ્વ ફલક પર નામના મેળવી છે.ત્યારે હવે પાટણ નગર માં પ્રવાસન,સાયન્સ, અને એરિગેશનને વેગ આપવા માટે શિહોરી રોડ પર આવેલ સરસ્વતી સેવા સદન સામે દશ એકર જમીનમાં ૧૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર પ્રાદેશિક સાયન્સ મ્યુઝીયમમાં ડાયનાસોર ગેલેરી પાટણની શોભામાં અભિવૃદ્ધિ કરશે આ પાંચ ગેલેરીમાં વિદ્યાર્થીઓ, ખેડૂતો, સાયન્સ અને પ્રવાસીઓ માટે આકર્ષણ ઉભું કરવામાં આવશે.જેમાં ડાયનાસોર ગેલેરીમાં પુરાતન યુગમાં પુથ્વી પર જ્યારે મહાકાય ડાયનાસોરનું અસ્તિત્વ હતું તેમ આબેહૂબ વિશાળકાય ડાયનાસોરનું નિર્માણ કરાશે જેને કઈ મુલાકાતી ઓ ડાયણસોર યુગની સમજૂતી મેળવી શકશે અહીં એરિગેશન ગેલેરીમાં માટી વિના ઓછા પાણીથી ઓર્ગેનાઈક ખેતી ખેડુતો માટે તેમજ સાયન્સ ગેલેરી વિદ્યાર્થીઓ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

Tags :