Get The App

દેલાણા ગોતરકા પાસેની ગડસઈ ડીસ્ટ્રી કેનાલમાં 20 ફુટનું ગાબડું

- રાધનપુર તાલુકામાં નર્મદા કેનાલમાં ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો

- કેનાલોની સફાઈના અભાવે પાણી વધુ આવતા ગુણવત્તા વગરની કેનાલોમાં ગાબડા પડતા હોવાના ખેડૂતોનો આક્ષેપ

Updated: Feb 5th, 2020

GS TEAM

Google News
Google News
દેલાણા ગોતરકા પાસેની ગડસઈ ડીસ્ટ્રી કેનાલમાં 20 ફુટનું ગાબડું 1 - image

રાધનપુર,તા.04 ફેબ્રુઆરી 2020, મંગળવાર

રાધનપુર તાલુકાના દેલાણા અને ગોતરકા વચ્ચેથી પસાર થતી ગડસઈ ડીસ્ટ્રી કેનાલમાં વહેલી સવારે વીસેક ફુટનું ગાબડુ પડયું હતું. કેનાલમાં ગાબડુ પડતા પાણી આજુબાજુના ખેતરોના ઉભા પાકમાં ફરી વળતા ખેડૂતને ભારે નુકશાની થવા પામી હતી. જ્યારે મોટી પીપળી ડીસ્ટ્રીમાં પાણી વધુ પડતુ છોડવામાં આવતા કેનાલ ઉભરાઈ હતી અને મેમદાવાદ ગામડીમાં પાણી ઘુસ્યું હતું. સરકાર દ્વારા ખેત પેદાશોના સીંચાઈ માટે બનાવવામાં આવેલ કેનાલોમાં થયેલ ભ્રષ્ટાચારને કારણે આ વિસ્તારના ખેડૂતો માટે નર્મદાની કેનાલો અભિશ્રાપ સમાન સાબિત થવા પામી છે.

રાધનપુર તાલુકાના દેલાણા ગોતરકા ગામ વચ્ચે પસાર થતી નર્મદાની ગડસઈડીસ્ટ્રી કેનાલમાં આજે વહેલી સવારે વીસેક ફુટનું ગાબડુ પડયું હતું. કેનાલમાં ગાબડુ પડતા પાણી આજુબાજુના ખેતરોના ઉભાપાકમાં ફરી વળ્યા હતા. ખેતરોમાં નર્મદા કેનાલ તુટવાને કારણે પાણી આવતા ઘઉં અને જીરાના પાકને મોટા પ્રમાણમાં નુકશાની થઈ હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. કેનાલ તુટવા પાછળ નર્મદા નિગમના અધિકારીઓ જવાબદાર હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. આ કેનાલ અગાઉ પણ થઉટઈ ઙથઈ અને નર્મદા નિગમમાં કેનાલની સફાઈ બાબતે ખેડૂતોએ રજૂઆતો કરી હતી. પરંતુ કેનાલની સફાઈ કરવામાં આવી નથી. જ્યારે કેનાલના ગેટ ઉપર ઓપરેટરો હોતા નથી. કેનાલમાં પાણી વધુ આવવાને કારણે કેનાલમાં મસમોટું ગાબડુ પડયું હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. અહીં ખેતી કરતા ધારસીભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે આ કેનાલ ત્રણથી ચાર વખત તુટી છે. રાત્રે ગમે ત્યારે તુટે છે. અમોએ ખેતરમાં ઘઉંનું વાવેતર કરેલ છે. આજે કેનાલ તુટતા કેનાલનુ પાણી અમારા ખેતરમાંબે-બે ફૂટ જેટલું ભરાયું છે. ખેતરમાં પાણી આવવાને કારણે પાક નિષ્ફળ ગયો હોવાનું પણ ખેડૂતે જણાવ્યું હતું. જ્યારે છાણીયાસરના રોડથી ગુલાબપુરાના રોડ સુધી કેનાલનુ કામ એકદમ નબળું હોવાને કારણે કેનાલ વારંવાર તુટતી હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. જ્યારે નર્મદા નિગમની બેદરકારીને કારણે મોટી પીંપળી ડીસ્ટ્રી કેનાલમાં પાણી વધુ પડતુ છોડવામાં આવતા કેનાલ ઉભરાઈ હતી અન ેકેનાલનું પાણી મેમદાવાદની ગામડી (નવોવાસ)માં પહોચ્યું હતું. અહી રહેતા લોકોને ગામમાં પાણી આવતા ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. જ્યારે પાણી ગામમાં આવતા કેનાલમાં પાણી બંધ કરવામાં આવ્યું હતું. જેના કારણે છેવાડાના ખેડૂતોને પાણી ના મળતા નિગમની કચેરીમાં ખેડૂતો રજૂઆત કરવા આવ્યા હતા. તેઓએ પણ કેનાલોની સપાઈ યોગ્ય કરવામાં ના આવી હોવાને કારણે વધુ પડતી પાણીમાં લીલ આવતા કુવા ભરાઈ જવાને કારણે કેનાલ ઉભરાઈ હોવાનું જણાવ્યું હતું અને કેનાલોની સફાઈ બાબતે નિગમના અધિકારીઓ આંખ આડા કાન કરતા હોવાને કારણે ખેડૂતોને તકલીફ ભોગવવી પડતી હોવાનું પણ ખેડૂતોએ જણાવ્યું હતું.

નર્મદાના અધિકારીઓની લાપરવાહીને કારણે વારંવાર કેનાલોમાં ગાબડા પડે છે

ગડસઈડીસ્ટ્રી કેનાલ ત્રણથી ચાર વખત તુટી છે. અમોએ કેનાલની સફાઈ બાબતે નિગમના અધિકારીઓને રજૂઆતો કરી હતી. ત્યારે કેનાલની સફાઈ કરાવીશું તેવું નિગમના અધિકારીઓએ જણાવ્યું હતું. પરંતુ કેનાલની આજદિન સુધી ક્યારેય સફાઈ કરવામાં આવી નથી. જેના કારણે કચરો નાળામાં ભરાઈ જવાને કારણે પાણી કેનાલની બહાર આવતા માટીનું ધોવાણ થયું છે અને કેનાલનું કામ નબળુ હોવાને કારણે કેનાલમાં મોટુ ગાબડુ પડયું છે. જેના કારણે અમારા ખેતરના ઉભા પાકમાં પાણી ફરી વળતા તમામ પાક નિષ્ફળ ગયો હોવાનું ગોતરકાના અરજણભાઈ આહિરે જણાવ્યું હતું.

કેનાલો તૂટવા બાબતે ડાયરેક્ટરનો લૂલો બચાવ

રાધનપુર નર્મદા નિગમની કચેરીએ આવેલા નિગમના ડાયરેક્ટરને પૂછતા તેઓએ આ બાબતે નિગમનો બચાવ કરતા જણાવ્યું હતું કે કેનાલ સતત ચાલુ રહેવાના કારણે સિલ્ટિંગ હોય તો સામ ેછેડે પાણી પહોંચે નહી અને કેનાલ છલકાઈને પાણી બહાર આવ તેમજ દિવસ દરમિયાન પાણીની જરૃરિયાત વધુ હોવાને પાણી લઈ લેવામાં આવે અને રાત્રે પાણીની માંગ ઓછી થતા પાણીનો કંટ્રોલ ના રહે એટલે કેનાલ છલકાઈને તુટે છે. પાણીની જરૃરિયાત હોય અને જેવી રીતે નળ ચાલુ કરીને લઈએ છીએ તેવી રીતે કેનાલમાં શક્ય ના હોવાની વાત કરી પોતાનો બચાવ કર્યો હતો.

Tags :