Get The App

સુઇગામની બેણપ માઇનોર કેનાલમાં 10ફુટનું ગાબડું પડતા પાણીની રેલમછેલ

- કેનાલના કુવામાં લીલ ભરાવાથી કેનાલમાં ભંગાણ સર્જાયું

Updated: Feb 19th, 2020

GS TEAM

Google News
Google News
સુઇગામની બેણપ માઇનોર કેનાલમાં 10ફુટનું ગાબડું પડતા પાણીની રેલમછેલ 1 - image

પાલનપુર તા. 18 ફેબ્રુઆરી 2020, મંગળવાર

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં પસાર થતી નર્મદાની કેનાલોમાં ભંગાણ પડવાની ઘટનામાં વધારો થયો છે.જેમાં   સુઇગામના બેણપ ગામે પસાર થતી માઇનોર કેનાલમાં દશ ફુટનું ગાબડુ પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા જેને લઇ જગતનો તાતની હાલત કફોડી બની જવા પામી છે.

બનાસકાંઠાના સરહદી વિસ્તારઆ રવી સીઝનના બે માસ વિતવા છતાં હજુ છેવાડાના ખેડૂતોને સિંચાઇ માટે પાણી ન મળતા ખેડૂતો કચેરી આગળ ધરમ ધક્કા ખાઇ રહ્યા છે બીજા બાજુ કેનાલો તુટવાનો સીલસીલો બંધ થવાનું નામ ન લેતા ધરતીપુત્રો કફોડી હાલતમાં મુકાયા છે જે વચ્ચે સુઇગામ તાલુકાના બેણપ ગામની માઇનોર કેનાલ દસ ફુટનું ગાબડુ પડતા પડતા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા ખેતરો બેટમાં ફેરવાઇ જવા પામ્યા હતા. જોકે કેનાલોમાં નિયમિત સફાઇ કરવામાં ન આવતા બેણપ માઇનોર કેનાલના કુવામાં પાણી સાથે લીલ આવી જતા કુવો લીલથી ચોકપ થઇ જવાના કારણે કેનાલમાં દશ ફુટનું ભંગાણ સર્જાયું હતું. અને કેનાલનું પાણી ખેતરમાં પાણી ભરાઇ જવા પામ્યું હતું. જોકે સરહદી વિસ્તારમાં એક બાજુ ખેડૂતોને પિયત માટે પાણીન મળતા તેઓ આંદોલન કરી રહ્યા છે. તો બીજી બાજુ તકલાદી કેનાલો અને તંત્રની બેદરકારીના કારણે કેનાલોઆ ગાબડા પડવાને લઇ પાણી ને સરેઆમ વેડફાટ થઇ રહ્યો છે.

પાણી ના મળતા ખેડૂતોએ સામૂહિક આત્મવિલોપન કરવાની ચીમકી

સરહદી રણ વિસ્તાર ધરાવતા વાવ તાલુકાના ચોથાનેસડા ગામના ખેડૂતોને રવિ સિઝનમાં પિયત માટે પાણી ના મતા ખેડૂતો દ્વારા વાવ મામલતદારને બે દિવસમાં પાણી નહીં મળે તો સામૂહિક આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી. જેની તમામ જવાબદારી નર્મદા નિગમની રહેશે તેવી લેખિત રજુઆત કરી હતી.

પાણી મામલે મહિલા સરપંચે રાજીનામાની

વાવ તાલુકાના કુંડાળીયા અને રાધા નેસડા સુધી કેનાલમાં પાણી આપવા માટે કુંડાળીયાના મહિલા સરપંચ લક્ષ્મીબેન રબારીએ નર્મદા નિગમને રજુઆત કરી હતી. જેને લઈ નર્મદાના  અધિકારીએ મહિલા સરપંચને ફોન બ્લેક લિસ્ટમાં મુકી દીધો હતો. જોકે કેનાલોમાં પાણી આપવામાં ન આવતા ખેતરોમાં વાવેલ પાક બળી રહ્યો છે. જેને લઈ આ મહિલા ઉપવાસ પર બેસવાની અને સરપંચ પદેથી રાજીનામું આપવાની ચીમકી આપી છે.

પાણીના અભાવે ૪૦૦ એકર જમીનના વાવેતરને નુકસાનની દહેશત

વાવના ચોથા નેસડા ગામના ૨૦૦થી વધુ ખેડૂતોની ૪૦૦ એકર જમીનમાં જીરૃ, એરંડા, ઈસબગુલ સહિતના પાકોનું વાવેતર કરેલ છે. તેમ છતાં છેલ્લા ૩૦ દિવસથી નર્મદા નિગમને રજુઆત કરવા છતાં પિયતની પાણી આપવામાં ન આવતા રવિ વાવેતરને નુકસાન થવાની ખેડૂતોમાં દહેશત વર્તાવા લાગી છે.

Tags :