77 ગામોમાં 70 ટકા જેટલો પણ પાણીનો જથ્થો રહ્યો નથી
- છેલ્લા 10 વર્ષથી ધાનેરા તાલુકામાં
- ચોમાસા પૂર્વે બનાવેલ ચેકડેમોમાં પણ પાણી ભરાયા નથીઃ 5 થી 25 લાખનો ખર્ચ એળે ગયો
ધાનેરા, તા. 18 જૂન 2020, ગુરૂવાર
ધાનેરા તાલુકાના ૭૭ ગામોમાંથી ૭૦ ટકા જેટલા ગામોમાં પાણી રહ્યા નથી. પીવાના પાણી માટે પણ સિપુ યોજના અંતર્ગત પાણી મળી રહ્યું છે. ઉનાળાના દિવસોમાં વન્ય જીવ તેમજ પશુઓને પીવાના પાણીને લઈ ઠેરઠેર ફરવું પડી રહ્યું છે. આટલી મોટી મુસીબતમાં ધાનેરા તાલુકો છે અને દરેક ગામના ખેડૂતની ઉગ્ર અને જરૃરી માંગ હોય તો તે પાણીની છે. છતાં આજદિન સુધી રાજકીય પાર્ટીઓએ માત્ર આશ્વાસન તેમજ જુઠા વચનો આપ્યા છે. તો આ તરફ માંગણીથી હારી બેઠેલા ખેડૂતો પાણી બાબતે કોઈ પણ હદ સુધી જવા પણ તૈયાર છે. ધાનેરા તાલુકામાં પાણી માટે કોઈ કામ થતું ના હોય આવું નથી. ધાનેરા તાલુકાના દરેક ગામડામાં વર્ષ દરમિયાન કઈ રીતે વરસાદનું પાણી બચાવી શકાય અને વરસાદનું પાણી કઈ રીતે ભુગર્ભમાં ઉતારી શકાય તે માટે કરોડો રૃપિયાની યોજના ધાનેરા તાલુકાને આપવામાં આવે છે. જોકે ભ્રષ્ટ અધિકારીઓના કારણે આ યોજના ઉપયોગી બનતી નથી અને સરકારના કરોડો રૃપિયા વરસાદની સાથે વહી જાય છે.
ધાનેરા તાલુકાના ચોમાસા પૂર્વે અલગ અલગ યોજના થકી ગામડાની અંદર ચેક ડેમ બનાવવામાં આવે છે. જેની રકમ ૫ લાખથી ૨૫ લાખ સુધીની હોય છે. પરંતુ આજદિન સુધી પાણીનો ભરાવો કર્યો હોય પાણીનો બચાવ થયો હોય આવો એક પણ ચેકડેમ નજરે પડયો નથી. મોટી ટકાવારી તેમજ એક લિંક પ્રમાણે શરૃઆતથી આ ચેકડેમમાં ભાગીદારી હોય છે. જેથી જે ગામમાં ચેકડેમ બનાવવાનો હોય ત્યાં માત્ર ને માત્ર માટી થકી ચેકડેમ બનતા હો છે અને થોડુંક પાણી આવે તો ભ્રષ્ટાચારની રેતી, સિમેન્ટથી બનેલા ચેકડેમ પાણીમાં કાગળની જેમ વહી જાય છે. વર્ષ દરમિયાન કરોડો રૃપિયા વેડફાઈ રહ્યા છે. ધાનેરા તાલુકામાં પાણીનો બચાવ તો ા ચેકડેમ કરી શકતા નથી પણ જે તે કચેરીના વડા ખીજાના આ ચેકડેમ આરામથી ભરી રહ્યા છે. સરકાર અને લોકોની લાખો રૃપિયાની રકમનો શું ઉપયોગ થાય અને પાણી વગરના ધાનેરા તાલુકાના ખેડૂતોને બોરવેલ કે અન્ય કોઈ રીતે મદદ કરાય તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.