Get The App

પાલનપુર પાલિકા દ્વારા બાકી કર મામલે રોયલ કોમ્પ્લેક્ષની 70 દુકાનો સીલ કરાઈ

- વેરા વસુલાત ઝૂંબેશમાં સ્થળ પર ૧.૪૦ લાખની વસુલાત કરાઈ

- પાલિકાની આક્રમણ વેરા વસુલાત ઝુંબેશને લઈ બાકીદારોમાં ફફડાટ ફેલાયો

Updated: Feb 29th, 2020

GS TEAM

Google News
Google News

પાલનપુર, તા. 28 ફેબુ્રઆરી 2020, શુક્રવાર

પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ વિવિધ મિલકતોનું બાકી લ્હેણું વસુલવા માટે વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં અમદાવાદ હાઈવે પર આવેલ રોયલ કોમ્પ્લેક્ષનો રૃા. ૮.૨૯ નો વેરો બાકી હોઈ તેની ૭૦ દુકાનો સીલ કરીને સ્થળ પર રૃા. ૧.૪૦ લાખની વસુલાત કરવામાં આવતા પાલિકાની આ આક્રમક વેરા વસુલાત ઝુંબેશને લઈ બાકીદારોમાં દોડધામ મચી જવા પામી હતી.

પાલનપુર શહેરમાં વિવિધ ૧૮ હજાર જેટલી મિલકતોના માલિકો દ્વારા નગરપાકિા વેરો નિયમિત ભરવામાં આળસ દાખવવામાં આવતા પાલિકાના ચોપડે રૃા. ૧૦ કરોડ ઉપરાંતનો વેરો બાકી લે છે ત્યારે પાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા રીઢા બાકીદારોનું લ્હેણું વસુલવા માટે વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં અગાઉ ડીસા હાઈવે તેમજ અમદાવાદ હાઈવે પર છ જેટલી મિલકતોને સીલ કરવામાં આવી હતી અને અન્ય બાકીદારોને પાલિકાની બાકી લ્હેણું ભરી જવા માટે ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે તેમ છતાં અમદાવાદ હાઈવે પર આવેલ રોયલ કોમ્પ્લેક્ષનો બાકી કર રૃા. ૮.૨૯ લાખ ભરવામાં ન આવતા શુક્રવારે નગરપાલિકાની ટીમ દ્વારા રોયલ કોમ્પ્લેક્ષની અન્ય મિલકતોના માલિકો દ્વારા સ્થળ પર ૧.૪૦ લાખનો વેરો ભરી દેવામાં આવ્યો હતો. જોકે શહેરમાં અંદાજે ૧૮ હજાર મિલકતોનો દશ કરોડ જેટલો વેરો બાકી હોઈ પાલિકા દ્વારા આ બાકી કરની વસુલાત કરવા માટે મિલકતોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા બાકીદારોમાં દોડધામ મચી જવા પામી છે.

શહેરની બાવન  હજાર પૈકી ૧૮ હજાર મિલકતોનો વેરો બાકી

પાલનપુર નગરપાલિકાના ચોપડે ૫૨ હજાર જેટલી નાની મોટી મિલકતો નોંધાયેલી છે. જેમાં ૩૪ હજાર મિલકતોનો વેરો ભરાઈ જવા પામ્યો છે. જ્યારે ૧૮  હજાર મિલકતોનો અંદાજે ૧૦ કરોડ જેટલો વેરો બાકી હોઈ પાલિકા  દ્વારા આ બાકી કર વસુલવા માટે વેરા વસુલાત ઝુંબેશ શરૃ કરવામાં આવી છે.

સિવિલ અને પોલીસ વિભાગનો લાખોનો કર બાકી

પાલનપુર નગરપાલિકામાં સિવિલ હોસ્પિટલ તેમજ પોલીસ વિભાગની  મિલકતોનો લાખો રૃપિયાનો કર બાકી છે. જોકે અવારનવાર નોટિસો આપવા છતાં આ બન્ને વિભાગો દ્વારા પાલિકાનું બાકી લ્હેણું ભરપાઈ કરવામાં આવતું નથી.

Tags :