ઉત્તર ગુજરાતમાં કોરોના પોઝીટીવના 67 દર્દી નોંધાયા
- બનાસકાંઠા-પાટણમાં કોરોના પોઝીટીવનો આંક 39 પર પહોંચ્યો
- ચાણસ્મા અને પાલનપુરના ભાગળમાં એક-એક કેસ
પાલનપુર,મહેસાણા,ચાણસ્મા,તા.25 એપ્રિલ 2020, શનિવાર
ઉત્તર ગુજરાતમાં કોરોના વાઈરસનું સંકટઘેરુ બની રહ્યું છે. જેમાં પાંચ જિલ્લામાં કોરોનાના ૬૭ પોઝીટીવ કેસનોંધાતા લોકોમાં ફફડાટ વ્યાપેલો છે. જે વચ્ચે બનાસકાંઠા તેમજ પાટણમાં વધુ બે પોઝીટીવ કેસ સામે આવ્યા છે. બનાસકાંઠા તેમજ પાટણ જિલ્લામાં કોરોના વાઈરસનું સંક્રમણ વધવાનેલઈ એકબાદ એક લોકો કોરોનામાં સપડાઈ રહ્યા છે. જેમાં બનાસકાંઠામાં અગાઉ કોરોના ના ૨૦ કેસ પોઝીટીવ નોંધાયા હતા. જે બાદ શનિવારે પાલનપુર તાલુકાના ભાગળ (જગાણા) ગામે વધુ એક કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોનાનો આંક ૨૧ પર પહોંચ્યો છે. જ્યારે પાટણ જિલ્લાના ચાણસ્મામાં પણ એક પોઝીટીવ કેસ નોંધાતા અહીં કુલ આંક ૧૮ થવા પામ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, વાવ અને થરાદ તાલુકો કોરોનાથી પ્રભાવિત બન્યા છે.જેમાં છેલ્લા ૧૫ દિવસમાં પાલનપુરના ગઠામણમાં ૧૩, વાવ તાલુકામાં ૬ અને થરાદ તાલુકામાં ૧ કેસમળી જિલ્લામાં કોરોનાના કુલ૨૦ દર્દી નોંધાયા હતા. આ તમામ કોરોનાગ્રસ્ત હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. જે વચ્ચે શનિવારે વધુ એક કોરોના પોઝીટીવનો નવો કેસનોંધાતા જિલ્લામાં કોરોનાનો આંક ૨૧ થયો છે. આરોગ્ય વિભાગ દ્વારા પાલનપુર નજીક આવેલ ભાગળ (જગાણા) ગામના ફાતીમબેન અબ્દુલરજાક મુખી નામની મહિલાને શંકાસ્પદ કોરોનાના લક્ષણ જણાતા તેના સેમ્પલનું પરીક્ષણ કરાવતા રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતા આ વૃદ્ધાને હોસ્પિટલમાં દાખલકરવામાં આવી છે અને વૃધ્ધાને કોરોનાનો ચેપ લાગવા અંગેની હિસ્ટ્રી તપાસવાની સાથે તેમના સંપર્કમાં આવેલ લોકોના સેમ્પલ લેવાની કાર્યવાહી શરૃ કરવામાં આવી છે. જ્યારે પાટણ જિલ્લામાં ચામસ્મામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો છે. જેમાં કોટવાડીયાપુરામાં રહેતા ૭૨ વર્ષીય ખેડૂત દશરથભાઈ મણીલાલ પટેલનો રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા તેમના પરિવારના સભ્યોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી છે.
ભાગળમાં અન્ય ચાર વ્યક્તિના સેમ્પલ લેવાયા
ભાગળ (જ) ગામે એક ૬૦ વર્ષીય વૃધ્ધાનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગ દ્વારા વૃધ્ધાના પરિવારના ચાર સભ્યોના સેમ્પલલેવામાં આવ્યા છે. જેમાં બે જણને જગાણા ખાતે ફેસેલિટી કોરેન્ટાઈન કરાયા છે અને બે વ્યક્તિને સિવિલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.તેમજ ગામના અન્ય ૧૫ વ્યક્તિને હોમ કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.
ભાગળમાં લોકડાઉન તેમજ કલમ ૧૪૪ ભંગનો વિડીયો વાઈરલ
પાલનપુરમાં કોરોનાના ૧૩ પોઝીટીવ કેસ ધરાવતા ગઠામણ ગામના બફર ઝોનમાં આવતા ભાગળ (જગાણા) ગામમાંલોકડાઉન અને કલમ ૧૪૪નો સરેઆમ ભંગ થઈ રહ્યો હોવાનો વિડીયો વાઈરલ થયો છે. જેમાં ગામમાં લોકોના ટોળેટોળાં જોવા મળી રહ્યા છે. અને લોકો માસ્ક પહેર્યા વિના જ ગામમાં બિન્દાસ્ત ફરતા જોવા મળે છે.
ચાણસ્માના કોરોના પોઝિટીવ વૃદ્ધાની હાલત ગંભીરઃ વેન્ટીલેટર ઉપર રખાયા
તંત્ર દોડતું થયું, ઢોલાવાસ, કોટડીયાપરૂ, બેચરપુરા મહોલ્લાને કોરોન્ટાઈન કરાયા
પાટણ જિલ્લાના સિદ્ધપુર પછી હવે ચાણસ્મા તાલુકામાં પણકોરોનાનો પગપેસારો થયો છે. ૭૦વર્ષના વૃદ્ધને શંકાસ્પદ લક્ષણો જણાતા તેમના સેમ્પલલેવામાં આવ્યા હતા. શુક્રવારે મોડી સાંજે તેમનો રિપોર્ટ પોઝીટીવ આવતાં ધારપુર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની હાલત નાજૂક હોવાનું જાણવા મળે છે. રિપોર્ટ પોઝીટીવ આવતા ચાણસ્માના વહિવટી અને આરોગ્યતંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. અને પોઝીટીવ દર્દી જ્યાં છે તેની આસપાસના ઢોલાવાસ, કોટવડીયાપરૃ, બેચરપુરાને કોરોન્ટાઈન કરાયા હતા અને સેનેટાઈઝની કામગીરી હાથ ધરાઈ હતી.