Get The App

પાટણ જિલ્લામાં વધુ 4 મહિલાઓ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફરી

- સમી અને શંખેશ્વરના બે-બે દર્દીઓ સ્વસ્થ થયા

- અત્યાર સુધી કુલ ૬૧ દર્દીઓ ડિસ્ચાર્જ , હજુ ૧૨૫ શંકાસ્પદ દર્દીઓનો રિપોર્ટ પેન્ડિંગ

Updated: May 30th, 2020

GS TEAM

Google News
Google News
પાટણ જિલ્લામાં વધુ 4 મહિલાઓ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફરી 1 - image

પાલનપુર તા. 29 મે 2020, શુક્રવાર

પાટણ જિલ્લા માટે શુક્રવારે રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં એક જ દિવસમાં ૪ મહિલાઓએ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા હતા જેને લઇ જિલ્લામાં કુલ ૬૧ દર્દીઓ સ્વસ્થ થઇ ઘરે પરત ફર્યા છે. જેને લઇ સારવાર હેઠળ દાખલ પોઝિટીવ દર્દીઓની સંખ્યા સામે સ્વસ્થ થઇ ઘરે પરત ફરનાર દર્દીઓ વધુ જોવા મળી રહ્યા છે.

પાટણ જિલ્લામાં અત્યાર સુધી કુલ ૨૧૧૩ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી ૧૯૧૫ દર્દીઓના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. જ્યારે ૭૫ દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હોવાના કારણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોનાનું સંક્રમણ અટકાવાવ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેની વચ્ચે શુક્રવારે પાટણ જિલ્લા માટે રાહતના સમાચાર જાણવા મળ્યા છે. જેમાં સમીના નાની ચંદુર ગામની ૬૦ વર્ષીય અને ૬૮ વર્ષીય બે મહિલા સ્વસ્થ થતા પાટણની જનતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી હતી. તો શંખેશ્વરની પાડલા ગામની ૧૬ વર્ષીય તેમજ શંખેશ્વર શહેરની ૧૮ વર્ષીય કિશોરીઓએ કોરોનાને મ્હાત આપી ઘરે ફરી હતી. આમ એક જ દિવસમાં ચાર મહિલાઓએ કોરોનાને મ્હાત આપતા જિલ્લામાં વધુ ડિસ્ચાર્જ થયેલ દર્દીઓની સંખ્યા ૬૧ પર પહોંચી ગઇ છે. જ્યારે જિલ્લામાં સારવાર હેઠળ દાખલ પોઝિટીવ દર્દીઓ માત્ર ૮ રહેવા પામ્યા છે. જોકે ૬ દર્દીઓને કોરોના ભરખી ગયો હતો. જ્યારે જિલ્લામાં હજુ ૧૨૫ શંકાસ્પદ દર્દીઓની રિપોર્ટ પેન્ડિગ રહેવા પામ્યા છે.

૧૬ એન ૧૮ વર્ષીય કિશોરીઓ કોરોના મુક્ત બની

પાટણ જિલ્લામાં અત્યાર સુધી કુલ ૬૧ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. ત્યારે જિલ્લામાં કોરોના પોઝિટીવ નોંધાયેલ શંખેશ્વર તાલુકાની પાડલા ગામની સૌથી નાની ઉંમરની ૧૬ વર્ષીય કિશોરી તેમજ શંખેશ્વરની ૧૮ વર્ષીય કિશોરીઓ શુક્રવારે કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફરી હતી. જેને લઇ પરીવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. 

Tags :