માણેક પહેરતાં પહેલાં ખાસ યાદ રાખો આ વાતો
માણેક રત્ન સૂર્યનું પ્રતિનિધિત્વ કરે છે. કહેવાય છે કે જેની કુંડળીમા સૂર્ય શુભ પ્રભાવમાં હોય તેણે માણેક પહેરવો જોઈએ. આને ધારણ કરવાથી સૂર્યની પીડા શાંત થાય છે. આ રત્ન માણસને માન-સમ્માન અને પદપ્રાપ્તિમાં પણ સહાય કરે છે. જો કે તેને ધારણ કરતાં પહેલા કેટલીક વાતો જાણી લેવી જરૂરી છે.
1. રત્ન જ્યોતિષ મુજબ જે માણેકમાં આડી-ત્રાંસી રેખાઓ કે જાળ જેવી ડિઝાઇન દેખાય તે માણેક ગૃહસ્થ જીવનનો નાશ કરનાર હોય છે.
2. જે માણેકમા બે કરતા વધારે રંગ દેખાય તો એ માણેક તમારા જીવનમાં અનેક મુશ્કેલીઓ લઇને આવશે.
3. જે માણેકમાં ચમક નથી હોતી તે વિપરિત ફળ આપનાર હોય છે. તેથી આવો માણેક કદી ના પહેરશો.
4. ધુમાડા જેવા રંગનો દેખાતો માણેક અશુભ અને હાનિકારક ગણાય છે. તે જ રીતે મેલો માણેક પણ અશુભ હોય છે. તેથી ખરીદતી વખતે માણેકના રંગનુ ખાસ ધ્યાન રાખો.
લેખમાં આપેલી માહિતીને લઈને અમે કોઈ દાવો નથી કરતાં કે તે સંપૂર્ણ સત્ય છે. આ લેખ માત્ર લોકરૂચિને ધ્યાનમાં રાખીને મુકવામાં આવ્યો છે. આને અપનાવતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.