Get The App

જાણો, વાસ્તુશાસ્ત્ર અનુસાર દીવડાની જ્યોત કઇ દિશામાં હોવી જોઇએ?

- વાસ્તુશાસ્ત્રમાં દીવો પ્રગટાવવાના નિયમની વિસ્તૃત માહિતી દર્શાવવામાં આવી છે

Updated: Oct 14th, 2017

GS TEAM


Google News
Google News
જાણો, વાસ્તુશાસ્ત્ર અનુસાર દીવડાની જ્યોત કઇ દિશામાં હોવી જોઇએ? 1 - image
અમદાવાદ, તા. 14 ઑક્ટોબર 2017, શનિવાર 
 
ધાર્મિક શાસ્ત્ર અનુસાર હિન્દૂ ધર્મમાં કોઇ પણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા દીવો પ્રગટાવવામાં આવે છે. સવાર-સાંજ થતી પૂજામાં પણ દીવો પ્રગટાવવાની પરંપરા છે. 
 
વાસ્તુશાસ્ત્રમાં દીવો પ્રગટાવવાના કેટલાય નિયમ દર્શાવવામાં આવે છે. દીવાની જ્યોત કઇ દિશામાં હોવી જોઇએ, તેના વિશેની વિસ્તૃત માહિતી વાસ્તુશાસ્ત્રમાં દર્શાવવામાં આવી છે. વાસ્તુશાસ્ત્રમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે દીવાની જ્યોત કઇ દિશામાં હોવાથી તેનું શું ફળ પ્રાપ્ત થાય છે. 
 
1. પૂર્વ દિશા - દીવડાની જ્યોત પૂર્વ દિશામાં રાખવાથી આયુષ્યમાં વૃદ્ધિ થાય છે. કોઇ શુભ કાર્ય પહેલા દીવડો પ્રગટાવતી વખતે આ મંત્રનો જાપ કરવાથી તુરંત સફળતા પ્રાપ્ત થાય છે 
 
મંત્ર :- 
 
दीपज्योति: परब्रह्म:
दीपज्योति: जनार्दन:
दीपोहरतिमे पापं संध्यादीपं नमोस्तुते...
शुभं करोतु कल्याणमारोग्यं सुखं सम्पदां
शत्रुवृद्धि विनाशं च दीपज्योति: नमोस्तुति...
 
2. પશ્ચિમ દિશા - દીવડાની જ્યોત પશ્ચિમ દિશા તરફ રાખવાથી દુખ વધે છે. 
 
મંત્ર :-
शत्रुवृद्धि विनाशं च दीपज्योति: नमोस्तुति...
 
3. ઉત્તર દિશા - દીવડાની જ્યોત ઉત્તર દિશા તરફ રાખવાથી ધનલાભ થાય છે. કોઇ શુભકાર્ય પહેલા દીવો પ્રગટાવતી વખતે આ મંત્રનો જાપ કરો. 
 
મંત્ર :- 
दीपज्योति: परब्रह्म:
दीपज्योति: जनार्दन:
दीपोहरतिमे पापं संध्यादीपं नमोस्तुते...
शुभं करोतु कल्याणमारोग्यं सुखं सम्पदां
शत्रुवृद्धि विनाशं च दीपज्योति: नमोस्तुति...
 
4. દક્ષિણ દિશા - દીવડાની જ્યોત દક્ષિણ તરફ રાખવાથી હાનિ પહોંચે છે. આ હાનિ કોઇ વ્યક્તિ અથવા ધન સ્વરૂપે પણ હોઇ શકે છે. કોઇ પણ શુભ કાર્ય પહેલા દીવો પ્રગટાવતી વખતે આ મંત્રનો જાપ કરવાથી તુરંત સફળતા પ્રાપ્ત થશે. 
 
મંત્ર :- 
दीपज्योति: परब्रह्म:
दीपज्योति: जनार्दन:
दीपोहरतिमे पापं संध्यादीपं नमोस्तुते...
शुभं करोतु कल्याणमारोग्यं सुखं सम्पदां
शत्रुवृद्धि विनाशं च दीपज्योति: नमोस्तुति...
Tags :