For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મંગળવારે કેમ કરવો જોઇએ સુંદરકાંડનો પાઠ, જાણો તેનું મહત્ત્વ

Updated: Jan 5th, 2021

નવી દિલ્હી, તા. 05 જાન્યુઆરી 2021, મંગળવાર 

હનુમાનજી પોતાના ભક્તો પર આવતા તમામ પ્રકારના કષ્ટ અને પરેશાનીઓને દૂર કરે છે. એવી માન્યતા છે કે ભગવાન હનુમાન ખૂબ જ જલ્દી પ્રસન્ન થનાર દેવતા છે. તેમની પૂજા પાઠમાં વધારે કંઇ કરવાની જરૂર નથી હોતી. હિન્દૂ ધર્મમાં સુંદરકાંડ સૌથી વધારે લોકપ્રિય અને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર જે પણ વ્યક્તિ નિયમિત સમયગાળામાં ઘરે સુંદરકાંડનો પાઠ કરે છે તેને બજરંગબલીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જાણો, સુંદરકાંડના પાઠનું આટલુ મહત્ત્વ કેમ છે અને તેને કરવાની પૂજા વિધિ શું છે? 

સુંદરકાંડનું મહત્ત્વ 

હનુમાનજી જલ્દી પ્રસન્ન થનાર દેવતા છે. તેમને બળ, બુદ્ધિ અને કૃપા પ્રદાન કરનાર માનવામાં આવે છે. માન્યતા છે કે સુંદરકાંડનો પાઠ કરવાથી વ્યક્તિના જીવનમાં કોઇ સકારાત્મક ફેરફાર જોવા મળે છે. જે પણ જાતક પ્રત્યેક દિવસ સુંદરકાંડનો પાઠ કરે છે તેમની એકાગ્રતા અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે. સુંદરકાંડનો પાઠ કરવાથી વ્યક્તિની અંદર સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. એવામાં તેમના દ્વારા કરવામાં આવતા કોઇ પણ કામનું પરિણામ હંમેશા સકારાત્મક જ મળે છે. એટલા માટે દરેક ઘરમાં સુંદરકાંડનો પાઠ કરવાનું જણાવવામાં આવ્યું છે. સુંદરકાંડનો નિયમિત પાઠ કરવાથી વ્યક્તિની અંદરથી નકારાત્મક શક્તિઓ દૂર ચાલી જાય છે. 

જાણો, સુંદરકાંડ પાઠ કરવાની યોગ્ય રીત

- જો તમે વિશેષ ફળની પ્રાપ્તિ માટે સુંદરકાંડનો પાઠ કરી રહ્યા છે તો તેની શરૂઆત મંગળવાર અથવા શનિવારના દિવસથી કરો. 

- સુંદરકાંડનો પાઠ શરૂ કરતા પહેલા સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ. 

- સુંદરકાંદનો પાઠ કરતા પહેલા પૂજા સ્થળે રાખવામાં આવતી હનુમાજીની મૂર્તિની વિશેષ રીતે પૂજા કરવી જોઇએ. આ સાથે જ સીતા-રામની મૂર્તિઓ પણ હનુમાનજી પાસે રાખો. 

- હનુમાનજીની પૂજા ફળ-ફૂલ, મિઠાઇ અને સિંદૂરથી કરો. 

- સુંદરકાંડનો પાઠ શરૂ કરતા પહેલા ગણેશ વંદના કરો. 

- સુંદરકાંડ કરતી વખતે તુલસીદાસ દ્વારા રચિત રામચરિતમાનસની પણ પૂજા કરવી જોઇએ. 

Gujarat