Get The App

Mahashivratri 2024: શા માટે ભગવાન શિવને ભાંગ અને ધતૂરો અર્પણ કરવામાં આવે છે? જાણો કારણ

Updated: Mar 7th, 2024

GS TEAM

Google News
Google News
Mahashivratri 2024: શા માટે ભગવાન શિવને ભાંગ અને ધતૂરો અર્પણ કરવામાં આવે છે? જાણો કારણ 1 - image


Image Source: Wikipedia

અમદાવાદ, તા. 07 માર્ચ 2024 ગુરૂવાર

પંચાંગ અનુસાર દર વર્ષે મહાશિવરાત્રિનું પર્વ મનાવવામાં આવે છે. માન્યતા છે કે આ તિથિ પર ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્ન થયા હતા. આ કારણ છે કે હિંદુ ધર્મમાં આ દિવસ વિશેષ મહત્વ રાખે છે. આ વર્ષે આ પર્વ 08 માર્ચ 2024એ મનાવવામાં આવશે. દરમિયાન જાણો શિવજી પર ભાંગ અને ધતૂરો અર્પણ કરવાનું શું મહત્વ છે.

આ છે પૌરાણિક કથા

પૌરાણિક કથા અનુસાર જ્યારે દેવતાઓ અને અસુરોની વચ્ચે અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન થયુ ત્યારે ઝેર પણ ઉત્પન્ન થયુ. આ ઝેર એટલુ ભયાવહ હતુ કે આ ઝેરની અગ્નિથી દશેય દિશાઓ સળગવા લાગી. ત્યારે ભગવાન શિવે આ ઝેર પી લીધુ જેથી આ ઝેરના પ્રકોપથી તમામને બચાવી શકાય. 

આ ઝેરનો પ્રભાવ એટલો વધુ હતો કે તેના કારણે શિવજીનું ગળુ વાદળી થઈ ગયુ અને તેઓ બેભાન થઈ ગયા. આ સ્થિતને જોઈને તમામ દેવ અને દાનવ ચિંતિત થઈ ગયા. ત્યારે ભગવાન શિવના માથેથી હળાહળની ગરમીને દૂર કરવા માટે તેમના માથા પર ધતૂરો અને ભાંગ મૂકવામાં આવ્યા, જેનાથી ઝેર શાંત થયુ. માન્યતા છે કે ત્યારથી શિવજીને ભાંગ અને ધતૂરો ચઢાવવાની પરંપરા ચાલતી આવી રહી છે.

આ વસ્તુનો સંકેત છે

ભાંગ અને ધતૂરાની પ્રકૃતિ કડવી કે પછી ઝેરીલી હોય છે. જેના કારણે મનમાં એ પ્રશ્ન ઉઠે છે કે શિવજી પર આ વસ્તુઓ કેમ અર્પણ કરવામાં આવે છે. હકીકતમાં ભગવાન શિવ પર ભાંગ અને ધતૂરો અર્પણ કરવાનો અર્થ છે કે આપણે પોતાની તમામ ખામીઓ જેમ કે મનની કડવાશ વગેરેનો ત્યાગ કરી રહ્યા છીએ. દરમિયાન ભગવાનને આ વસ્તુઓ અર્પણ કરીને આપણે સ્વયંને નિર્મળ કરવાનો સંકલ્પ લઈએ છીએ. 

જ્યોતિષીય કારણ

શિવલિંગ પર ધતૂરો અર્પણ કરવા પાછળ જ્યોતિષીય કારણ પણ માનવામાં આવે છે. જે અનુસાર ધતૂરાને રાહુનું કારક માનવામાં આવે છે. દરમિયાન ભગવાન શિવ પર ધતૂરો અર્પણ કરવાથી રાહુ સંબંધિત દોષ જેમ કે કાલસર્પ, પિતૃદોષ વગેરેથી છુટકારો મળી શકે છે. મહાશિવરાત્રિ પર તમે શિવલિંગ પર ભાંગ અને ધતૂરો અર્પણ કરીને ઘણુ ફળ પ્રાપ્ત કરી શકો છો.

Tags :