ક્યાં છે એ મંદિર જ્યાં આજે પણ ભગવાન પરશુરામની કુહાડી દટાયેલી છે? જાણો શું છે પૌરાણિક માન્યતા
Image Twitter |
Parshuram Jayanti 2025: આ વર્ષે પરશુરામ જ્યંતિની 30 એપ્રિલના રોજ ઉજવણી કરવામાં આવશે. માન્યતાઓ પ્રમાણે ભગવાન પરશુરામને ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર માનવામાં આવે છે. પરશુરામનો ઉલ્લેખ રામાયણ, બ્રહ્મવૈવર્ત પુરાણ અને કલ્કી પુરાણ વગેરેમાં જોવા મળે છે. ભગવાન પરશુરામનો જન્મ માતા રેણુકા અને ઋષિ જમદગ્નિના ઘરે થયો હતો. ઋષિપુત્ર હોવા છતાં હોવાની સાથે સાથે તેઓ એક કુશળ યોદ્ધા પણ હતા. તેમના હથિયારનું નામ 'ફરસી' અથવા 'કુહાડી' હતું. પરંતુ આજે પણ તેમની કુહાડી ઝારખંડના ગુમલા જિલ્લામાં 'ટાંગીનાથ ધામ'માં દટાયેલી છે અને આ સ્થળ રાંચીથી લગભગ 150 કિમી દૂર આવેલું છે.
ટાંગીનાથ ધામ ભગવાન પરશુરામની તપસ્યાનું સ્થળ હતું
પૌરાણિક માન્યતાઓ પ્રમાણે ટાંગીનાથ ધામ ભગવાન પરશુરામની તપસ્યા સ્થળ હતું, જ્યાં તેઓ ભગવાન શિવની પૂજા કરતા હતા. આ કુહાડીનો આકાર પણ ભગવાન શિવના ત્રિશૂળ જેવો છે. જેના કારણે ભક્તો તેને ફરસીને ભગવાન શિવના ત્રિશૂળ તરીકે પણ પૂજે છે.
![]() |
Image Twitter |
ટાંગીનાથ ધામ સાથે સંબંધિત પૌરાણિક વાર્તા
ત્રેતાયુગમાં રાજા જનકની પુત્રી સીતાના સ્વયંવર દરમિયાન ભગવાન રામે શિવજીનું પિનાક ધનુષ્ય તોડી નાખ્યું હતું. ત્યાર બાદ માતા સીતાએ તેમને પોતાના પતિ તરીકે પસંદ કર્યા હતા. જ્યારે પરશુરામને ખબર પડી કે ભગવાન રામ દ્વારા શિવજીનું ધનુષ્ય તોડી નાખવામાં આવ્યું છે, ત્યારે તેઓ ખૂબ જ ગુસ્સે થયા અને તરત જ તેઓ સ્વયંવરના સ્થળે આવી પહોંચ્યા. જ્યાં ભગવાન પરશુરામનો લક્ષ્મણ સાથે ઝઘડો થાય છે. પરંતુ, તે દરમિયાન જ્યારે પરશુરામને ખબર પડી કે ભગવાન શ્રી રામ પણ નારાયણનો અવતાર છે, ત્યારે તેમને ખૂબ દુ:ખ થાય છે. અને તરત જ ભગવાન શ્રી રામની માફી માંગે છે. એ પછી તરત સ્વયંવર છોડીને ગાઢ જંગલોથી ઘેરાયેલી પર્વતમાળામાં આશ્રય લીધો હતો. અહીં તેમણે ભગવાન શિવની સ્થાપના કરી અને કઠોર તપસ્યા શરુ કરી હતી અને આ દરમિયાન તેમણે પોતાની કુહાડી જમીનમાં દાટી દીધી.
'ત્રિશૂળનો આગળનો ભાગ હજુ પણ જમીનની ઉપર દેખાય છે'
માન્યતાઓ પ્રમાણે ભગવાન શિવનો આ વિસ્તાર સાથે ઊંડો સંબંધ રહ્યો છે. એક દંતકથા પ્રમાણે જ્યારે શનિદેવે કોઈ ગુનો કર્યો ત્યારે શિવજી ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે ત્રિશૂળ અહીં ફેંકી દીધું હતું. ત્યારે આ ટેકરીની ટોચ પર ત્રિશૂળ ફસાયું હતું. નવાઈની વાત એ છે કે, ત્રિશૂળનો આગળનો ભાગ હજુ પણ જમીનની ઉપર દેખાય છે, પરંતુ કોઈને ખબર નથી કે તે જમીનમાં કેટલે ઊંડે દટાયેલું છે. આ સ્થળનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ખૂબ ઊંડું છે, પરંતુ જાળવણીના અભાવે આ વારસો ધીમે ધીમે નાશ પામી રહ્યો છે.
મંદિરની કોતરણી અદ્ભુત છે
માહિતી પ્રમાણે જાળવણીના અભાવે ટાંગીનાથ ધામનું પ્રાચીન મંદિર હવે સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયું છે. એક સમયે આસ્થા અને કળાનું મુખ્ય કેન્દ્ર ગણાતું આ મંદિર હાલમાં ખંડેર બની ગયું છે. જો કે, હવે મંદિર ટકી શક્યું નથી, પરંતુ પ્રાચીન શિવલિંગો હજુ પણ ટેકરી પર પથરાયેલા જોઈ શકાય છે. અહીંની પ્રાચીન કલાકૃતિઓ, કોતરણી અને સ્થાપત્ય શૈલી સૂચવે છે કે આ સ્થળ દેવકાલ અથવા ત્રેતા યુગ સાથે સંકળાયેલું હોઈ શકે છે.