શું તમે જાણો છો કે હિન્દુ ધર્મમાં 108 અંકનું શું મહત્વ છે ?
- 108ના અંકનું હિન્દુ ધર્મ સહિત અન્ય ધર્મોમાં પણ ખૂબ મહત્વ
અમદાવાદ, તા. 15 મે 2018 મંગળવાર
રુદ્રાક્ષની માળા હોય તે પછી મંત્ર જાપ, બંનેમાં એક વસ્તુ સામાન્ય છે અને તે છે 108નો આંકડો. 108 એક એવો અંક છે જે હિન્દુ ધર્મમાં અત્યંત મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.
ઈશ્વરનું નામ પણ ત્યારે સંપૂર્ણ થાય છે જ્યારે તે 108 વખત બોલવામાં આવ્યું હોય. હિન્દૂ ધર્મમાં 3નો અંક શુભ માનવામાં નથી આવતો, પરંતુ તેનાથી ઉંધુ 108ના અંકને એકદમ શુભ માનવામાં આવે છે.
108ના અંકને હિન્દુ ધર્મમાં જ નહીં પરંતુ અન્ય ધર્મો જેમ કે, બૌદ્ધ અને જૈન ધર્મમાં બહુ મહત્વ ધરાવે છે. તિબેટના બૌદ્ધ ધર્મમાં પણ માળાઓમાં 108 મણકા હોય છે. જૈન ધર્મના ધર્મગુરુ અથવા અનુયાયી પોતાના કાંડા પર જે જાપમાળા બાંધે છે. તેણી કુલ સંખ્યા 108 હોય છે.
શું તમે ક્યારેય વિચાર્યુ છે કે, હિન્દુ ધર્મમાં 108ના અંકને કેમ આટલું મહત્વ આપવામાં આવે છે? આજે અમે તમને જણાવીશું તેની પાછળના કારણો
તેને શિવનો અંક પણ માનવામાં આવે છે. એવું એટલા માટે કેમ કે, મુખ્ય શિવાલયની સંખ્યા 108 હોય છે. એટલા માટે લિંગાયત સંપ્રદાયમાં રુદ્રાક્ષની માળામાં કુલ 108 મણકા હોય છે. જેનો જાપ કરવામાં આવે છે.
ગોપીઓની સંખ્યા 108 હતી
ગૌડીય વૈષ્ણવ ધર્મ હેઠળ વૃંદાવનમાં પણ કુલ 108 ગોપીઓ હતી. જો 108 માળા ગોપિઓના નામનો જાપ કરવામાં આવે તો તે બહુ શુભ, ફળદાયી અને પવિત્ર માનવામાં આવે છે. તેમજ શ્રીવૈષ્ણવ ધર્મ હેઠળ પણ વિષ્ણુને 108 દિવ્ય ક્ષેત્રો છે, જેને 108 દિવ્યદેશમ પણ કહેવામાં આવે છે.
મંદિરની સીડીઓ હોય છે 108
લંકાવત્ર સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે, બોધિસત્વ મહામતી, બુદ્ધને 108 સવાલ પૂછ્યા હતા. તેમાં બૌદ્ધવાદે 08 પ્રતિબંધો પણ જણાવ્યા હતા. એટલું જ નહી પણ બોદ્ધ ધર્મના મંદિરમાં 108 સીડી ચઢવાની હોય છે.
મનની ભાવનાઓ પણ 108
બૌદ્ધ ધર્મ અનુસાર કહેવામાં આવ્યું છે કે, વ્યક્તિના મનમાં કુલ 108 પ્રકારની ભાવનાઓ ઉત્પન્ન થાય છે. આ સંખ્યા, સાંભળવા, કહેવાથી, ખાવાથી, પ્રેમ, નફરત, દુઃખ, ખુશી વગેરેમાંથી ઉત્પન્ન થાય છે.
જ્યોતિષમાં 108નું મહત્વ
જ્યોતિષ અનુસાર, કુલ 12 રાશિ હોય છે. જેમાં 9 ગ્રહો હોય છે. જો તમે આ બંનેનો ગુણાકાર કરો તો બંનેની સંખ્યા 108 થાય છે જે 108નું મહત્વ દર્શાવે છે.