આમ તો આપણે ત્યાં લગ્ન પહેલા કુંડળી જરૂર મેળવીને જોવામાં આવે છે. આવું કરવાનો મુખ્ય હેતુ કુંડળીમાં કોઈ દોષ હોય તો એને દૂર કરવાનો હોય છે. જો છોકરા કે છોકરીની કુંડળીમાં કોઈ દોષ હોય તો એનો ઉપાય કરીને પછી લગ્ન કરાવવામાં આવે છે. પરંતુ કેટલીકવાર કુંડળી મેચ કર્યા વિના લગ્ન થાય છે અને પછી ખબર પડે છે કે સાથી માંગલિક છે અથવા એની કુંડળીમાં મંગલ દોષ છે. આવું થાય તો કેટલાક ખાસ ઉપાય કરીને તમે તમારા લગ્ન જીવનને આ દોષથી મુક્ત કરાવી શકો છો.
કંડળીમાં આમ બને છે માંગલિક દોષ... જો કોઈની કુંડળીમાં પહેલા, ચોથા, સાતમા, આઠમા કે બારમા ભાવમાં મંગળ હોય તો એ જાતક માંગલિક કહેવાય છે. એની કુંડળીમાં મંગલ દોષ હોય છે.
મંગલ દોષને દૂર કરવાના ઉપાય...
આ દોષની શાંતિ માટે મંગલ ગ્રહને શાંત કરવાના ઉપાય કરવા જોઈએ. મંગળ દોષની શાંતિ માટે ઉજ્જૈનના મંગલનાથ મંદિર અને અંગારેશ્વર મંદિરમાં ભાત પૂજા કરાવવામાં આવે છે. કહેવાય છે કે ઉજ્જૈનમાં જ મંગળ દેવની ઉત્પત્તિ થઇ હતી.

શિવલિંગ પર ચઢાવો મસૂરની દાળ...
જો તમારા જીવનસાથીની કુંડળીમાં માંગલિક દોષ હોય અને એ કારણથી તમારા વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓ આવતી હોય તો દર મંગળવારે નિયમિત રીતે શિવલિંગ પર મસૂરની દાળ ચઢાવો. શિવલિંગ પૂજા કારણ કે મંગળની પૂજા શિવલિંગના રૂપમાં કરવામાં આવે છે અને મસૂરની દાળ મંગળનું અન્ન છે. લગ્ન સંબંધિત મુશ્કેલીઓના ઉકેલ માટે ભગવાન શિવની સાથે માતા પાર્વતનીની આરાધના કરો.

મંગળનો રત્ન પહેરો
માંગલિક લોકો મંગળનો રત્ન મૂંગા પહેરવો જોઈએ. એના પ્રભાવથી મંગળ ગ્રહના બધા દોષ દૂર થાય છે અને એમની કૃપા પ્રાપ્ત થાય છે.


