સાપ્તાહિક રાશિફળ: વૃષભ રાશિવાળાએ શાંતિથી સમય પસાર કરવો, ધન રાશિના જાતકોએ કોઈ કાર્યમાં ઉતાવળ ન કરવી, જાણો અન્યોનું રાશિફળ
સાપ્તાહિક રાશિફળ : આજથી એપ્રિલ મહિનાનું ચોથું સપ્તાહ (21 એપ્રિલથી 27 એપ્રિલ 2025) શરુ થઈ રહ્યું છે. ત્યારે આ સપ્તાહમાં આપનું રાશિ ભવિષ્ય કેવું રહેશે, તે સપ્તાહના પ્રારંભે જ જાણી લઈએ. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાના મતે વૃષભ રાશિના જાતકોએ કોઈની સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે, તેમજ શાંતિથી સમય પસાર કરવો. કર્ક રાશિના જાતકોએ વાતચીત દરમિયાન ઉશ્કેરાટથી બચવું, તો તુલા રાશિવાળાએ વાહન ધીમે ચલાવવું હિતાવહ છે, અને કોઈની સાથે ખટપટ કે ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું. ધન રાશિના જાતકોએ કોઈપણ કાર્યમાં ઉતાવળ ન કરવી. તો, મકર રાશિના જાતકોએ ખોટા ખર્ચાથી બચવું. આ ઉપરાંત અન્ય રાશિના જાતકોને શું શું લાભ થશે અને શું તકેદારી રાખવી તે માટે આવો નજર કરીએ સાપ્તાહિક રાશિફળ પર.
આ પણ વાંચો: શનિ સૂર્યનો શક્તિશાળી રાજયોગ, 15 મે સુધી આ 3 રાશિના જાતકો માટે શુભ સમય
મેષ રાશિ :
વાતચીત કરવામાં કાળજી રાખવી. કોઈ સાથે મજકવૃત્તિ ન કરવી, જેથી કોઈ ગેરસમજ ન થાય. નવું કોઈ આયોજન સંભવિત બની શકે છે, થાકની અસર થોડી વધુ રહે તેવું બની શકે છે, આરામ કરવાની વૃત્તિ રહે.
વૃષભ રાશિ :
આ સમયમાં તમને લોકો ને મળવાની અને કંઈપણ જાણવાની વૃતિ વધુ જાગે. તેમજ તમારામાં ઉતાવળ કરવાની વૃત્તિ પણ વધુ જોવા મળે, જેમાં ધીરજની જરૂર કહી શકાય. કોઈની સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે, શાંતિથી સમય પસાર કરવો.
મિથુન રાશિ :
તમારામાં સહયોગની ભાવના વધુ જોવા મળે તેવું બની શકે, તમે પરિચિત સાથે સમય વધુ પસાર કરો તેવું પણ બને. કોઈ સામાજિક કાર્યમાં તન મન ધનથી યથાશક્તિ સેવા માટે તત્પરતા પણ બતાવો. પસંદગીની ખરીદી પણ થઈ શકે, ઉત્સાહ સારો જળવાઈ રહે.
કર્ક રાશિ :
તમારે વાતચીત દરમિયાન ઉશ્કેરાટથી બચવું, જેથી કોઈની સાથે તકરાર ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. અંગતકાર્યમા સમયનો વ્યય થાય તેવું પણ બને, યોગ્ય આયોજન હિતાવહ છે, થાકની અસર કામના અંતે વધુ દેખાય.
સિંહ રાશિ :
તમારા કાર્યમાં તમને ઉત્સાહ સારો જોવા મળે, તેમજ તમને અન્યનો સહયોગ પણ મળે તેવું બની શકે છે. અતિ ઉત્સાહમાં આવી ન જવાય તેનું પણ ધ્યાન રાખવું ઇચ્છનીય છે, આરામવૃતિની ઈચ્છા ફુરસદના સમયમાં વધુ જોવા મળે, ઇતર પ્રવૃત્તિમાં પણ સમય પસાર થાય.
કન્યા રાશિ :
વાર્તાલાપમાં સમય વધુ પસાર થાય પણ ક્યાંય અગત્યની વાતચીત કરવાની હોય તો તે સંભવિત બની શકે છે, પણ તેમાં થોડું ધ્યાન આપવું જરૂરી છે, નવું જાણવાની વૃત્તિ વધુ જોવા મળે તેવું પણ જણાય છે, આયોજન હશે તો કાર્ય સફળ થઈ શકે.
તુલા રાશિ :
તમારા મિત્રો, પરિચિતો સાથે તમે વ્યસ્ત વધુ રહો તેવું બની શકે છે. નવા મિત્રો બને, તમારે વાહન ધીમે ચલાવવું હિતાવહ છે, ખટપટ કે ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું, ખોટા ખર્ચ પર અંકુશ રાખવો જરુરી.
વૃશ્ચિક રાશિ :
તમારો લોકો સાથે સુમેળ વધુ સારો રહે, કંઈક નવું આયોજન થાય તેવું બની શકે, કંઈક નવું જાણવા પણ મળે. સામાજિક કાર્યમાં તમે સારું યોગદાન આપો તેવું પણ બનવા જોગ છે, નવા પરિચય થઈ શકે છે.
ધન રાશિ :
ક્યાંય ઉતાવળ ન કરવી, વાર્તાલાપમાં ચોકસાઈ રાખવી હિતાવહ છે, જેથી કોઈ ગેરસમજ ઉભી ન થાય, તમે વ્યવહારુ અભિગમ રાખશો, તેટલો જ સારો વ્યવહાર પણ સામે પક્ષે મેળવશો માટે ધીરજ રાખવી ઇચ્છનીય છે. ગણતરી પૂર્વક વ્યવહાર કરવા હિતાવહ છે.
મકર રાશિ :
લોકો સાથે મુલાકાત વધે, તેમાં તમારો સમય વ્યસ્ત જાય અથવા ક્યાંક વ્યય રહો. ધીરજ રાખવી હિતાવહ છે, મિલકત સારી પણ રહે, તમારે કોઈ મુસાફરીની પણ સંભાવના બને છે, ખોટા ખર્ચ થાય તેની પણ સંભાવના છે.
કુંભ રાશિ :
તમારી વાણી પર તમારો પ્રભાવ સારો રહે, કોઈ અગત્યની મુલાકાત સફળ થવાની વાત બનવા જોગ છે. ક્યાંક મુસાફરીનું આયોજન સંભવિત બની શકે છે. ઉત્સાહ સારો જોવા મળે, નવા કાર્ય અંગે વધુ વિચાર આવે.
મીન રાશિ :
તમારામાં આત્મવિશ્વાસ સારો રહે જેની અસર તમારા કામ અને વ્યવહાર પર સારી જોવા મળી શકે. વ્યવહારુ અભિગમ રાખવો, જેથી તમારા કાર્યમાં અને વ્યવહારમાં સારી અસર પડે. પ્રતિભા સારી રહે જેની સારી અસર કોઈ નવી ઓળખાણ પર થાય અને સારી યાદગીર ઉભી થાય.