સાપ્તાહિક રાશિફળ: કન્યા રાશિ માટે પરિવર્તનના યોગ, મકર રાશિવાળાએ વાહન ધીમે ચલાવવું હિતાવહ, જાણો અન્યોનું રાશિફળ
સાપ્તાહિક રાશિફળ : આજથી એપ્રિલ મહિનાનું બીજું સપ્તાહ (7 એપ્રિલથી 13 એપ્રિલ 2025) શરુ થઈ રહ્યું છે. ત્યારે આ સપ્તાહમાં આપનું રાશિ ભવિષ્ય કેવું રહેશે, તે સપ્તાહના પ્રારંભે જ જાણી લઈએ. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાના મતે કન્યા રાશિના જાતકો માટે પરિવર્તનના યોગ બની રહ્યો છે, મકર રાશિવાળાએ વાહન ધીમે ચલાવવું હિતાવહ છે,સિંહ રાશિના જાતકોને કોઈ અગત્યની મુલાકાત સફળ થવાની વાત બનવા જોગ છે, તુલા રાશિવાળાએ ક્યાંય ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું. આ ઉપરાંત અન્ય રાશિના જાતકોને શું શું લાભ થશે અને શું તકેદારી રાખવી તે માટે આવો નજર કરીએ સાપ્તાહિક રાશિફળ પર.
મેષ રાશિ :
સમયનો વ્યય થાય, ધીરજ રાખવી હિતાવહ છે, તમારે કોઈ નાની મુસાફરીની પણ સંભાવના બને છે, ખોટા ખર્ચ થાય તેની પણ શકયતા છે માટે તકેદારી રાખવી જરુરી છે.
વૃષભ રાશિ :
તમારામાં ઉતાવળ કરવાની વૃત્તિ પણ વધુ જોવા મળે, કોઈની સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે શાંતિથી સમય પસાર કરવો.
મિથુન રાશિ :
સહયોગની ભાવના વધુ જોવા મળે, પરિચિત સાથે સમય વધુ પસાર કરો તેવું પણ બને, કોઈ સામાજિક કાર્યમાં તન મન ધનથી યથાશક્તિ સેવા માટે તત્પરતા પણ બતાવો પસંદગીની ખરીદી પણ થઈ શકે.
કર્ક રાશિ :
કોઈની સાથે તકરાર ન થાય તેનું ધ્યાન રાખવું અંગતકાર્યમાં સમયનો વ્યય થાય તેવું પણ બને, થાકની અસર કામના અંતે વધુ દેખાય. આરામવૃત્તિ સૂઝે.
સિંહ રાશિ :
કોઈ અગત્યની મુલાકાત સફળ થવાની વાત બનવા જોગ છે, મુસાફરીનું આયોજન સંભવિત બની શકે છે. ઉત્સાહ સારો જોવા મળે નવા પરિચય થાય.
કન્યા રાશિ :
પરિવર્તનના યોગ છે તમારામાં આત્મવિશ્વાસ સારો રહે જેની અસર તમારા કામ અને વ્યવહાર પર સારી જોવા મળી શકે છે, વ્યવહારુ અભિગમ રાખવો જેથી તમારા કાર્યમાં સારી અસર પડે, પ્રતિભા સારી રહે
તુલા રાશિ :
ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું, કોઈ આયોજન સંભવિત બની શકે છે, થાકની અસર થોડી વધુ રહે તેવું બની શકે છે, મનોરંજન વૃત્તિ તરફ મન રહે.
વૃશ્ચિક રાશિ :
કાર્યમાં ઉત્સાહ સારો જોવા મળે, તેમજ તમને અન્યનો સહયોગ પણ મળે તેવું બની શકે છે, ફુરસદના સમયમાં ફરવા જવાનું, ખરીદી કરવાનું મન વધુ થાય, ઇતર પ્રવૃત્તિમાં પણ સમય પસાર થાય.
ધન રાશિ :
અગત્યની વાતચીત કરવાની હોય તો તે સંભવિત બની શકે છે, તેનો સંતોષ પણ જોવા મળે, નવું જાણવાની વૃત્તિ વધુ જોવા મળે તેવું પણ જણાય છે, યોગ્ય આયોજન હશે તો કામકાજમાં સફળતા મળી શકે.
મકર રાશિ:
હિતશત્રુ હોય તો તે કાબુમાં રહે તેવું બની શકે છે, તમારે વાહન ધીમે ચલાવવું હિતાવહ છે, ખટપટથી દૂર રહેવું, આરોગ્યની કાળજી રાખવી.
કુંભ રાશિ:
લોક કાર્ય વધુ રહે તેવું બની શકે, કંઈક નવું જાણવા પણ મળે. સામાજિક કાર્યમાં તમે સારું યોગદાન આપો તેવું પણ બનવા જોગ છે નવા પરિચય થઈ શકે જેની તમને ખુશી પણ જોવા મળે.
મીન રાશિ :
કામકાજ અને વાર્તાલાપમાં ચોકસાઈ રાખવી હિતાવહ છે, જેથી કોઈ ગેરસમજ ઊભી ન થાય, તમે વ્યવહારુ અભિગમ રાખશો તેટલો જ સારો વ્યવહાર પણ સામે પક્ષે મેળવશો માટે ધીરજ રાખવી ઇચ્છનીય છે ગણતરી પૂર્વક વ્યવહાર કરવા.