Get The App

સાપ્તાહિક રાશિફળ: મેષ રાશિવાળાએ તકેદારી રાખવી, કર્ક જાતકોએ વાહન ધીમે ચલાવવું, જાણો કેવું રહેશે તમારું સપ્તાહ?

Updated: May 26th, 2025

GS TEAM


Google News
Google News
સાપ્તાહિક રાશિફળ: મેષ રાશિવાળાએ તકેદારી રાખવી, કર્ક જાતકોએ વાહન ધીમે ચલાવવું, જાણો કેવું રહેશે તમારું સપ્તાહ? 1 - image


સાપ્તાહિક રાશિફળ: આજથી મે મહિનાનું ચોથું સપ્તાહ (26 મે થી 01 જૂન, 2025) શરૂ થઈ રહ્યું છે. આ સપ્તાહમાં આપનું રાશિ ભવિષ્ય કેવું રહેશે, તે સપ્તાહના પ્રારંભે જ જાણી લઈએ. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાના મતે મેષ રાશિવાળાએ થોડી ધીરજ અને તકેદારી રાખવી જરૂરી છે. મિથુન રાશિવાળાને જૂના પરિચિતને અચાનક મળવાના યોગ બને, તો કર્ક રાશિવાળાએ વાહન ધીમે ચલાવવું હિતાવહ છે, કન્યા રાશિવાળાએ ગણતરીપૂર્વક વ્યવહાર કરવો. તો વૃશ્ચિક રાશિવાળાએ કોઈની સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું. આ ઉપરાંત અન્ય રાશિના જાતકોને શું શું લાભ થશે અને શું તકેદારી રાખવી તે માટે આવો નજર કરીએ સાપ્તાહિક રાશિફળ પર.

મેષ રાશિ

થોડી ધીરજ અને તકેદારી રાખવી જરૂરી છે. ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું. નવું કોઈ આયોજન સંભવિત બની શકે છે, જેનો ઉત્સાહ અને ખુશીનો ભાવ જોવા પણ મળી શકે છે. થાકની અસર થોડી વધુ રહે તેવું બની શકે છે.

વૃષભ રાશિ

નવા આયોજન થઈ શકે છે. તમારા કાર્યમાં તમને સારો ઉત્સાહ જોવા મળે, તેમજ તમને અન્યનો સહયોગ પણ મળે તેવું બની શકે છે. ફુરસદના સમયમાં આરામવૃત્તિની ઈચ્છા વધુ જોવા મળે. ઇતર પ્રવૃત્તિમાં પણ સમય પસાર થાય.

મિથુન રાશિ

જૂના પરિચિતને અચાનક મળવાના યોગ બને છે, જેમાં ખુશી, આનંદ અને સંતોષ જોવા મળે. વાર્તાલાપમાં સમય વધુ પસાર થાય પણ ક્યાંય અગત્યની વાતચીત કરવાની હોય તો તે સંભવિત બની શકે છે. નવું જાણવાની વૃત્તિ વધુ જોવા મળે તેવું પણ જણાય છે.

કર્ક રાશિ

કાર્યમાં તમે વધુ વ્યસ્ત રહો તેવું બનવાજોગ છે. હિતશત્રુ અને ખટપટ કરનાર હોય તો તે કાબૂમાં રહે તેવું બની શકે છે. તમારે વાહન ધીમે ચલાવવું હિતાવહ છે, ગેરસમજથી બચવું.

સિંહ રાશિ

લોકો સાથે તમારો સુમેળ વધુ સારો રહે તેવું બની શકે છે. કંઈક નવું જાણવા કે શીખવા પણ મળે. સામાજિક કાર્યમાં તમે સારું યોગદાન આપો તેવું પણ બનવાજોગ છે. નવા પરિચય થઈ શકે કે જૂના પરિચિતને મળવાનું થાય.

કન્યા રાશિ

વાર્તાલાપમાં ચોકસાઈ રાખવી જરૂરી છે, જેથી કોઈ ગેરસમજ ઊભી ન થાય. તમે વ્યવહારુ અભિગમ રાખશો તેટલો જ સારો વ્યવહાર પણ સામે પક્ષે મેળવશો. ધીરજ, શાંતિ અને આદરભાવ રાખવો ઇચ્છનીય છે. ગણતરીપૂર્વક વ્યવહાર કરવો.

તુલા રાશિ

મુલાકાત દરમિયાન સમયની વ્યસ્તતા વધી જાય અથવા ક્યાંક સમયનો વ્યય પણ થાય. વાતચીતમાં ઉગ્રતા ન થાય કે, ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું તેમજ ધીરજ રાખવી હિતાવહ છે. તમારે કોઈ નાની કે મોટી મુસાફરીની પણ સંભાવના બને છે. ખોટા ખર્ચ થાય તેની પણ સંભાવના છે.

વૃશ્ચિક રાશિ

આતુરતા વધુ જોવા મળી શકે છે. તમને કંઈપણ જાણવાની વૃત્તિ વધુ જાગે તેમજ તમારામાં ઉતાવળ કરવાની વૃત્તિ પણ વધુ જોવા મળે, જેમાં થોડી તકેદારી રાખવી સારી. કોઈની સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. શાંતિથી સમય પસાર કરવો.

ધન રાશિ

કાંઈક કાર્ય કરવાની તમન્ના વધુ થાય. તમારામાં સહયોગની ભાવના પણ વધુ જોવા મળે તેવું બની શકે. તમે પરિચિત સાથે સમય વધુ પસાર કરો તેવું પણ બને. કોઈ સામાજિક કાર્યમાં તન, મન, ધનથી યથાશક્તિ સેવા માટે તત્પરતા પણ બતાવો. પસંદગીની ખરીદી કરવાનો સંતોષ પણ મળી શકે છે.

મકર રાશિ

કામકાજ અને વાતચીતમાં ધીરજ અને જવાબદારી યોગ્ય રાખવી. તમારે ઉશ્કેરાટથી બચવું, જેથી કોઈની સાથે તકરાર ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. જ્યાં જરૂર જણાય ત્યાં ચોખવટ પણ રાખવી. અંગત કાર્યમાં સમયનો વ્યય થાય તેવું પણ બને. કામના અંતે થાકની અસર વધુ દેખાય.

કુંભ રાશિ

તમારામાં કાર્યરુચિ વધુ દેખાય. તમારી વાણી પર તમારો પ્રભાવ સારો રહે. કોઈ અગત્યની મુલાકાત સફળ થવાની વાત બનવાજોગ છે. ક્યાંક મુસાફરીનું આયોજન સંભવિત બની શકે છે. સારો ઉત્સાહ જોવા મળે જેની સારી અસર તમારા વ્યક્તિત્વ પર પણ પડે.

મીન રાશિ

તમારા આયોજન મુજબ કાર્ય થાય. સારા પરિવર્તનના યોગ બની શકે છે. તમારામાં આત્મવિશ્વાસ સારો રહે, જેની અસર તમારા કામ અને વ્યવહાર પર સારી જોવા મળી શકે છે. વ્યવહારુ અભિગમ રાખવો જેથી તમારા કાર્યમાં અને વ્યવહારમાં સારી અસર પડે. પ્રતિભા સારી રહે, પ્રશંસા થાય.


Tags :